<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 27th December 2025

E2E ટ્રાન્‍સપોર્ટેશન ઇન્‍ફ્રાઇસ્‍ટ્રકચરનો આઇપીઓ ખૂલ્‍યોઃ મંગળવારે બંધ

રાજકોટ, તા. ર૭: E2E ટ્રાન્‍સપોર્ટેશન ઇન્‍ફ્રાસ્‍ટ્રકચર લિમિટેડ (કંપની), બેંગ્‍લુરુ મુખ્‍ય મથક ધરાવતી રેલવે ઇન્‍ફ્રાસ્‍ટ્રકચર કંપનીઓ શુક્રવાર ડિસેમ્‍બર ર૬, ર૦રપ ના રોજ તેના ઇનિશિયલ પબ્‍લિક ઓફરિંગ (આઇપીઓ) ખોલવાની જાહેરાત કરી છે. આ ઇશ્‍યુ ૧૦૦ ટકા બુક-બિલ્‍ટ પ્રોસેસ દ્વારા ઓફર કરવામાં આવી રહયો છે. જેમાં પ્રાઇસ બેન્‍ડ પ્રત્‍યેક રૂા. ૧૦ ની ફેસ વેલ્‍યુના ઇકિવટી શેર દીઠ રૂા. ૧૬૪ થી રૂા. ૧૭૪ નકકી કરવામાં આવી છે. લઘુતમ ૮૦૦ ઇકિવટી શેર્સ અને તેના ગુણાંકમાં અરજી કરી શકાય છે.

આઇપીઓમાં ૪૮,૪૦,૦૦૦ સુધીના ઇકિવટી શેર્સના ફ્રેશ ઇશ્‍યુનો સમાવેશ થાય છે. જે પ્રાઇસ બેન્‍ડના ઉપરના સ્‍તરે રૂા. ૮૪.રર કરોડ સુધી થાય છે. બિડ/ઇશ્‍યુ લવાજમ માટે તા. ર૬ ના શુક્રવારે ખુલેલ છે અને મંગળવાર તા. ૩૦ ના રોજ બંધ થશે.

રેડ હેરિંગ પ્રોસ્‍પેકટસ દ્વારા ઓફર કરાયેલા ઇકિવટી શેરોને નેશનલ સ્‍ટોક એકસચેન્‍જ ઓફ ઇન્‍ડિયા લિમિટેડના એસએમઇ પ્‍લેટફોર્મ (ફલ્‍ચ્‍ ચ્‍ળફૂશ્વફિંૂ) પર લિસ્‍ટ કરવાની દરખાસ્‍ત છે

(3:46 PM IST)