<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 27th December 2025

પાકિસ્તાની સેના કે 'બિઝનેસ ટાયકૂન'? જનતા ભૂખે મરે છે અને જનરલ મુનીર 'ફૌજી ટ્રેડ'ના નામે ગરીબોનું લોહી ચૂસી રહ્યા છે!

બલૂચ નેતાએ વીડિયો જાહેર કરી મુનીરના અબજોના સામ્રાજ્યનો કર્યો પર્દાફાશ; સિમેન્ટથી લઈને સીરીયલ સુધી બધું જ સેનાના કબજામાં, યુદ્ધમાં હાર પણ વેપારમાં નંબર-1

ઇસ્લામાબાદ  : પાકિસ્તાનમાં આર્થિક કંગાળી અને ભૂખમરો ચરમસીમાએ છે ત્યારે ત્યાંની સેનાના વડા જનરલ અસીમ મુનીર અને સૈન્ય અધિકારીઓના મોજશોખ આખી દુનિયા માટે આશ્ચર્યનો વિષય બન્યા છે. હાલમાં જ એક બલૂચ નેતાએ સોશિયલ મીડિયા પર વીડિયો શેર કરીને 'ફૌજી ટ્રેડ' (Fauji Trade) ના નામે ચાલતા પાકિસ્તાની સેનાના વિશાળ વ્યાપારી સામ્રાજ્યનો પર્દાફાશ કર્યો છે. આ ખુલાસો પાકિસ્તાની જનતા માટે આંખ ઉઘાડનારો સાબિત થયો છે.
સીમાના રક્ષક નહીં, રિયલ એસ્ટેટના મોગલ
બલૂચ નેતા મીર યાર બલોચે કરેલા ખુલાસા મુજબ, જનરલ મુનીર દેશનું રક્ષણ કરવાને બદલે પાકિસ્તાનનો સૌથી મોટો બિઝનેસ ટાયકૂન બની ગયો છે. પાકિસ્તાન આર્મી આજે ૧૦૦થી વધુ ક્ષેત્રોમાં વેપાર કરી રહી છે. 'ફૌજી ફાઉન્ડેશન' જેવી સંસ્થાઓ દ્વારા સેના માત્ર હથિયાર જ નહીં, પરંતુ સિમેન્ટ, ખાતર, બેંકો અને સવારના નાસ્તામાં ખવાતા સીરીયલ (નાસ્તો) પણ વેચી રહી છે. પાકિસ્તાનની સૌથી મોંઘી જમીનો પર ડિફેન્સ હાઉસિંગ ઓથોરિટી (DHA) નો કબજો છે, જેનો લાભ માત્ર ઉચ્ચ સૈન્ય અધિકારીઓને જ મળે છે.
પ્રમોશનની પાછળ છુપાયેલી ચાલાકી
દુનિયા ચોંકી ઉઠી છે કે જે દેશ દેવા હેઠળ દબાયેલો છે ત્યાં મુનીરને સતત પ્રમોશન કેમ મળી રહ્યું છે? વાસ્તવમાં, અસીમ મુનીર સેનાના આ અબજો ડોલરના સામ્રાજ્યને નિયંત્રિત કરી રહ્યો છે. આ એવી રમત છે જેમાં પૈસા સેનાના ખિસ્સામાં જાય છે, પરંતુ જો વેપારમાં કોઈ ભૂલ થાય કે દેશ ડૂબે તો તેનો દોષ રાજકારણીઓ પર ઢોળી દેવામાં આવે છે. સેનાના મોટા અધિકારીઓ સરહદ પર ઉભા રહેવાને બદલે પોશ સોસાયટીઓમાં પ્લોટ ભેગા કરવામાં અને વિદેશમાં સંપત્તિ બનાવવામાં વ્યસ્ત છે.
૭૮ વર્ષનો ઇતિહાસ: એકપણ યુદ્ધ જીત્યા નથી!
મીર યાર બલોચે પાકિસ્તાની સેનાના શૌર્યના દાવાઓની પણ હવા કાઢી નાખી છે. તેમણે યાદ અપાવ્યું કે ૭૮ વર્ષના ઇતિહાસમાં પાકિસ્તાન સેના એકપણ મોટું યુદ્ધ જીતી શકી નથી.
•    ૧૯૪૭ અને ૧૯૬૫: પાકિસ્તાનને પરાજયનો સ્વાદ ચાખવો પડ્યો.
•    ૧૯૭૧ની હાર: ૯૩,૦૦૦ સૈનિકોએ નાલેમોશીભર્યું શરણાગતિ સ્વીકાર્યું અને બાંગ્લાદેશનો જન્મ થયો.
•    ૧૯૯૯ કારગિલ: પાકિસ્તાને દુનિયા સમક્ષ ફરી શરમાવું પડ્યું હતું.
સેનાની આખી રમત માત્ર પૈસા માટે?
વિશ્વની અન્ય સેનાઓ જ્યારે સરહદો સાચવે છે, ત્યારે પાકિસ્તાની સેના 'બનાના રિપબ્લિક' ચલાવી રહી છે. જનતા લોટ માટે લાઈનમાં ઉભી છે અને મુનીરનું 'ફૌજી સામ્રાજ્ય' અબજો રૂપિયાની કમાણી કરી રહ્યું છે. આ વીડિયો વાયરલ થયા બાદ હવે પાકિસ્તાની જનતામાં પોતાની જ સેના વિરુદ્ધ ભારે રોષ જોવા મળી રહ્યો છે.

(7:29 PM IST)