News of Saturday, 27th December 2025
શું હવે યુએસ ડોલરનું અવલંબન ઘટશે ?:BRICS રાષ્ટ્રોનું વૈશ્વિક ગોલ્ડ રિઝર્વ પર 50 ટકા નિયંત્રણ
રશિયા અને ચીન આ વ્યૂહરચનામાં અગ્રેસર :વર્ષ 2024માં ચીન દ્વારા સોનાનું 380 ટન સોનાનું ઉત્પાદન કરાયું :રશિયા દ્વારા 340 ટન સોનાનું યોગદાન

બ્રિક્સ કે જે બ્રાઝીલ, રશિયા, ભારત, ચીન અને દક્ષિણ આફ્રિકા જેવા ઉભરી રહેલા દેશોનું સંગઠન છે તે ખૂબ ઝડપભેર અમેરિકી ચલણ ડોલર પરની પોતાની નિર્ભરતાને ઘટાડી સોના તરફ વળી રહ્યા છે.
BRICS રાષ્ટ્રો વિશ્વના કૂલ સોનાના ભંડાર પૈકી આશરે 20 ટકા જેટલું ભંડોળ ધરાવે છે અને તેમના વ્યૂહાત્મક સાથી દેશો કે જેઓ BRICS સભ્યો નથી પણ BRICS સભ્ય દેશો સાથે મજબૂત જોડાણ ધરાવે છે તેઓ સંયુક્ત રીતે વિશ્વના સોનાના ઉત્પાદન પૈકી આશરે 50 ટકા હિસ્સો ધરાવે છે.
રશિયા અને ચીન આ વ્યૂહરચનામાં અગ્રેસર છે. વર્ષ 2024માં ચીન દ્વારા સોનાનું 380 ટન સોનાનું ઉત્પાદન કરવામાં આવ્યું હતું ત્યારે રશિયા દ્વારા 340 ટન સોનાનું યોગદાન આપવામાં આવ્યું હતું. આ વ્યૂહરચનાને પગલે સપ્ટેમ્બર 2025માં બ્રાઝીલે 16 ટન સોનાની ખરીદી કરતા વર્ષ 2021 બાદ સૌ પ્રથમ ખરીદી તેના દ્વારા કરવામાં આવી હતી.
BRICS સભ્ય દેશો સોનાનું વધારે ઉત્પાદન કરવામાં આવી રહ્યું છે અને ઓછા પ્રમાણમાં વેચાણ કરવામાં આવી રહ્યું છે.આ સમયગાળા દરમિયાન તેમના દ્વારા આંતરરાષ્ટ્રીય બજારમાંથી સોનાની ખરીદી પણ કરી છે. વર્તમાન આંકડાકીય માહિતી પ્રમાણ વર્ષ 2020 અને વર્ષ 2024 વચ્ચેના ગાળામાં BRICS દેશોની મધ્યસ્થ બેન્કો દ્વારા વૈશ્વિક ગોલ્ડના 50 ટકા કરતાં વધારે ખરીદી કરવામાં આવી હતી
BRICS ની સોના અંગે ડ્યુઅલ સ્ટ્રેટેજીને ડિકોર્ડિંગ કરવામાં આવે તો રસપ્રદ માહિતી જોવા મળે છે. BRICS દેશો દ્વારા સોનાના જથ્થા પર વધી રહેલા નિયંત્રણ અને આંતરરાષ્ટ્રીય બજારમાંથી પણ સોનાની થઈ રહેલી ખરીદી અમેરિકાના ડોલરના વૈશ્વિક આર્થિક વ્યવસ્થામાં જે પ્રભૂત્વ છે તેના પર દબાણના હવે સ્પષ્ટ સંકેત છે.આજે BRICS અર્થવ્યવસ્થા વિશ્વ વ્યાપારનો આશરે 30 ટકા હિસ્સો ધરાવે છે ત્યારે વૈશ્વિક પરિસ્થિતિના સંદર્ભમાં તેમની સામૂહિક નાણાં સંબંધિત પસંદગી ઘણુ મહત્વ ધરાવે છે.
BRICS દેશોએ વ્યાપારમાં ડોલર કરન્સી પરનો આધાર ધીમે ધીમે ઘટાડી રહ્યા છે. છેલ્લા એક દાયકામાં Intra-BRICS ટ્રેડની હિસ્સેદારી મજબૂતપણ વધી છે. ભારત-રશિયા અને ચીન ચીન-બ્રાઝીલ જેવા દ્વિ-પક્ષીય વ્યવસ્થામાં સ્થાનિક ચલણો પ્રત્યેના વધતા વલણ સાથે ટ્રાન્ઝેક્શન ખર્ચમાં ઘટાડો કરવાના ઉદ્દેશ સાથે આગળ વધી રહ્યા છે. વ્યાપાર માટે કેટલાક સુગમ માર્ગો અપનાવી ડોલર તરલતા ચક્ર એટલે કે ડોલર લિક્વિડિટી સાઈકલ્સ પરના આધારને મર્યાદિત કરી રહ્યા છે.
(7:48 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
