News of Saturday, 27th December 2025
રશિયાએ કીવને ધમરોળ્યું તો યુક્રેને મોસ્કો પર ડ્રોનનું ઝુંડ ઉતાર્યું: યુદ્ધ ભયાનક તબક્કામાં: બંને દેશો હવે સરહદી વિસ્તારોને બદલે સીધી એકબીજાની રાજધાનીઓને નિશાન બનાવે છે
'સ્વોર્મ એટેક' કરવામાં આવતા મોસ્કોમાં ભયનો માહોલ સર્જાયો: શહેરમાં ઠેર-ઠેર ભયસૂચક સાયરનો ગાજી ઉઠી

મોસ્કો: આજ સવારે રશિયાએ યુક્રેનની રાજધાની કીવ પર કરેલા ભીષણ હવાઈ હુમલાના જવાબમાં યુક્રેને ત્વરિત અને આક્રમક વલણ અપનાવ્યું છે. યુક્રેન દ્વારા રશિયાની રાજધાની મોસ્કો પર એકસાથે અનેક ડ્રોન વડે 'સ્વોર્મ એટેક' (ડ્રોનનું ઝુંડ) કરવામાં આવ્યો છે. આ હુમલાને પગલે મોસ્કોમાં ભયનો માહોલ સર્જાયો હતો અને શહેરમાં ઠેર-ઠેર ભયસૂચક સાયરનો ગુંજી ઉઠી હતી.
સંરક્ષણ સૂત્રોના જણાવ્યા અનુસાર, કીવ પરના હુમલાનો બદલો લેવા માટે યુક્રેને આ વળતો પ્રહાર કર્યો છે, જે મોસ્કો પરના અત્યાર સુધીના સૌથી મોટા ડ્રોન હુમલાઓ પૈકીનો એક હોવાનું મનાય છે. રશિયન એર ડિફેન્સ સિસ્ટમ તાત્કાલિક સક્રિય થઈ ગઈ છે અને આકાશમાં જ યુક્રેનિયન ડ્રોનને તોડી પાડવા માટે ભારે મથામણ ચાલી રહી છે.
બંને દેશો દ્વારા હવે સરહદી વિસ્તારોને બદલે સીધી એકબીજાની રાજધાનીઓને નિશાન બનાવવામાં આવતા યુદ્ધ વધુ ઉગ્ર અને વિનાશક તબક્કામાં પ્રવેશ્યું છે.
(10:52 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
