<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 27th December 2025

સંગઠિત અપરાધ સામે સરકાર હવે 'થ્રી સિક્સ્ટી ડિગ્રી' પ્રહાર કરશે: કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહનું એલાન

આ વ્યૂહરચનાનો ઉદ્દેશ્ય દેશમાંથી મોટા ગુનાહિત નેટવર્ક અને માફિયાગીરીનો સફાયો કરવાનો છે.

નવી દિલ્હી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહે સંગઠિત ગુનાખોરી અને ગેંગસ્ટર નેટવર્ક સામે લાલ આંખ કરી છે. તેમણે એક મહત્વપૂર્ણ નિવેદનમાં જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકાર આગામી દિવસોમાં સંગઠિત અપરાધ પર '૩૬૦ ડિગ્રી' હુમલો કરવા માટેની યોજના તૈયાર કરી રહી છે. આ વ્યૂહરચનાનો ઉદ્દેશ્ય દેશમાંથી મોટા ગુનાહિત નેટવર્ક અને માફિયાગીરીનો સફાયો કરવાનો છે.

ગૃહમંત્રીએ સ્પષ્ટ કર્યું હતું કે કાયદો અને વ્યવસ્થાને વધુ સુદ્રઢ બનાવવા માટે સરકાર કટિબદ્ધ છે. આ નવી યોજના હેઠળ તપાસ એજન્સીઓને વધુ સત્તા અને સંસાધનો પૂરા પાડવામાં આવશે, જેથી ગુનેગારો પર ચારેય દિશામાંથી દબાણ લાવી શકાય. આ '૩૬૦ ડિગ્રી એસોલ્ટ' પ્લાનમાં ગુનેગારોની આર્થિક કમર તોડવાથી લઈને તેમના ઈન્ટરનેશનલ નેટવર્કને ધ્વસ્ત કરવા સુધીના પગલાંઓનો સમાવેશ થાય છે.



 

(10:53 PM IST)