News of Saturday, 27th December 2025
અમેરિકામાં એચ-૧બી વિઝાના કડક નિયમો છતાં મેટા અને ગુગલ જેવી કંપનીઓએ ૨૦૨૫માં ભારતમાં ૩૨,૦૦૦ કર્મીઓની ભરતી કરી
ગ્લોબલ કંપનીઓ હવે ભારતના ટેલેન્ટ પુલનો ઉપયોગ કરવા માટે અમેરિકાને બદલે ભારતમાં જ પોતાના મોટા કેમ્પસ અને ઓફિસો વધારી રહી છે

બેંગલુરુ: અમેરિકામાં વિઝાના કડક નિયમો હોવા છતાં, મેટા, અમેઝોન, એપલ અને ગૂગલ જેવી ટોચની અમેરિકન ટેક કંપનીઓએ ૨૦૨૫ના વર્ષમાં ભારતમાં ૩૨,૦૦૦ થી વધુ કર્મચારીઓની જંગી ભરતી કરી છે.
અમેરિકામાં એચ-૧બી વિઝાના નિયમો કડક બનતા ભારતીય આઈટી પ્રોફેશનલ્સ માટે ત્યાં જવું મુશ્કેલ બન્યું છે, પરંતુ તેની સકારાત્મક અસર ભારતીય જોબ માર્કેટ પર જોવા મળી છે. તાજા અહેવાલો અનુસાર, વર્ષ ૨૦૨૫ દરમિયાન અમેરિકાની દિગ્ગજ ટેક કંપનીઓએ ભારતમાં રેકર્ડબ્રેક ભરતી કરી છે.
મેટા (ફેસબુક), અમેઝોન, એપલ, માઈક્રોસોફ્ટ, નેટફ્લિક્સ અને ગૂગલ જેવી કંપનીઓએ મળીને ભારતમાં ૩૨,૦૦૦ થી વધુ કર્મચારીઓને નોકરી આપી છે.
વિશ્લેષકોના મતે, ગ્લોબલ કંપનીઓ હવે ભારતના ટેલેન્ટ પુલનો ઉપયોગ કરવા માટે અમેરિકાને બદલે ભારતમાં જ પોતાના મોટા કેમ્પસ અને ઓફિસો વધારી રહી છે. આ ભરતી ડ્રાઈવ દર્શાવે છે કે ભારત હવે માત્ર 'બેક ઓફિસ' નથી રહ્યું, પરંતુ ગ્લોબલ ટેકનોલોજી ડેવલપમેન્ટનું મુખ્ય કેન્દ્ર બની ગયું છે.
(10:53 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
