<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 27th December 2025

ઉન્નાવ રેપ કેસ: પૂર્વ ધારાસભ્ય કુલદીપ સિંહ સેંગરના જામીન વિરુદ્ધ સીબીઆઈ સુપ્રીમ કોર્ટમાં પહોંચી

અરજીમાં દલીલ કરી છે કે આ એક અત્યંત ગંભીર અને જઘન્ય અપરાધ છે. જો દોષિતને જામીન પર મુક્ત કરવામાં આવશે તો પીડિતા અને સાક્ષીઓની સુરક્ષા જોખમાઈ શકે

નવી દિલ્હી: ઉન્નાવ દુષ્કર્મ કેસમાં આજીવન કેદની સજા પામેલા પૂર્વ ધારાસભ્ય કુલદીપ સિંહ સેંગરને દિલ્હી હાઈકોર્ટે જામીન આપ્યા હતા, જેની સામે સીબીઆઈએ હવે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે.

ચકચારી ઉન્નાવ દુષ્કર્મ કાંડમાં દોષિત ઠરેલા અને જેલની સજા ભોગવી રહેલા પૂર્વ ધારાસભ્ય કુલદીપ સિંહ સેંગરની મુસીબતો ફરી વધી શકે છે. દિલ્હી હાઈકોર્ટે તાજેતરમાં સેંગરને જામીન આપવાનો આદેશ કર્યો હતો, જેની સામે કેન્દ્રીય તપાસ એજન્સી (સીબીઆઈ) એ સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવ્યો છે.
સીબીઆઈએ સર્વોચ્ચ અદાલતમાં કરેલી અરજીમાં દલીલ કરી છે કે આ એક અત્યંત ગંભીર અને જઘન્ય અપરાધ છે. જો દોષિતને જામીન પર મુક્ત કરવામાં આવશે તો પીડિતા અને સાક્ષીઓની સુરક્ષા જોખમાઈ શકે છે અને ન્યાયિક પ્રક્રિયા પર વિપરીત અસર પડી શકે છે. 
સીબીઆઈએ સુપ્રીમ કોર્ટને વિનંતી કરી છે કે હાઈકોર્ટના જામીન આપવાના આદેશ પર તાત્કાલિક રોક લગાવવામાં આવે અને જામીન રદ કરવામાં આવે.


 



 

(10:56 PM IST)