<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 27th December 2025

યુરોપમાં અનિયંત્રિત સામૂહિક સ્થળાંતરથી યહૂદીઓ અને ખ્રિસ્તીઓ માટે ખતરો વધ્યો: કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી રહી છે: રસ્તાઓ હવે યહૂદીઓ તેમજ ખ્રિસ્તીઓ માટે અસુરક્ષિત બની રહ્યા છે

ઓસ્ટ્રિયાના પૂર્વ ચાન્સેલર સેબેસ્ટિયન કુર્ઝ કહે છે કે કોઈ પણ વ્યક્તિની ઓળખ, વતન કે ધર્મ ગમે તે હોય, યુરોપના કોઈપણ દેશના રસ્તા પર ચાલતી વખતે તેને ડર લાગવો જોઈએ નહીં

જેરુસલેમ: યુરોપના દેશોમાં અનિયંત્રિત સામૂહિક સ્થળાંતરને કારણે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી રહી છે અને રસ્તાઓ હવે યહૂદીઓ તેમજ ખ્રિસ્તીઓ માટે અસુરક્ષિત બની રહ્યા છે. આ ગંભીર મુદ્દા પર ઓસ્ટ્રિયાના પૂર્વ ચાન્સેલર સેબેસ્ટિયન કુર્ઝ જેરુસલેમમાં યોજાનારી ઉચ્ચ સ્તરીય બેઠકમાં અવાજ ઉઠાવશે.
આગામી મહિને ઈઝરાયેલના જેરુસલેમ શહેરમાં મંત્રી અમીચાઈ ચીકલી દ્વારા 'યહૂદી વિરોધ (એન્ટીસેમિટિઝમ) નો મુકાબલો કરવા માટેની ૨જી આંતરરાષ્ટ્રીય પરિષદ'નું આયોજન કરવામાં આવ્યું છે.
આ પરિષદમાં સેબેસ્ટિયન કુર્ઝ ખાસ ઉપસ્થિત રહીને સંબોધન કરશે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે કોઈ પણ વ્યક્તિની ઓળખ, વતન કે ધર્મ ગમે તે હોય, યુરોપના કોઈપણ દેશના રસ્તા પર ચાલતી વખતે તેને ડર લાગવો જોઈએ નહીં. વિસેગ્રેડ ૨૪ ના અહેવાલ મુજબ, આ પરિષદમાં યુરોપમાં વધી રહેલા કટ્ટરવાદ અને તેના કારણે યહૂદી તથા ખ્રિસ્તી સમુદાય પર તોળાઈ રહેલા ખતરા વિશે વિશેષ ચર્ચા કરવામાં આવશે.


 

(11:23 PM IST)