News of Saturday, 27th December 2025
શેઠાણી કરતા પણ ચડિયાતી નીકળી કામવાળી! સંભાવના સેઠની મદદનીશે ૧.૨૫ લાખનો iPhone 17 Pro ખરીદતા અભિનેત્રીના હોશ ઉડી ગયા; નેટીઝન્સે કહ્યું, "અમને ગરીબી ફીલ થાય છે!"
સંભાવનાને iPhone 16 જોઈતો હતો પણ ગુડિયા તો ડાયરેક્ટ લેટેસ્ટ મોડલ લઈ આવી; રસોડામાં મોંઘાદાટ ફોન સાથે જોઈને અભિનેત્રી સ્તબ્ધ, વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ

મુંબઈ: ભોજપુરી અને ટીવી જગતની જાણીતી અભિનેત્રી સંભાવના સેઠ તેના વ્લોગ દ્વારા અવારનવાર ચાહકોને પોતાની અંગત જિંદગીની ઝલક આપતી રહે છે. પરંતુ તેના તાજેતરના ક્રિસમસ વ્લોગમાં કઈંક એવું બન્યું કે સંભાવના પોતે જ લાઈમલાઈટમાંથી બહાર ફેંકાઈ ગઈ અને તેની ઘરની મદદનીશ 'ગુડિયા' છવાઈ ગઈ. ગુડિયાએ ૧.૨૫ લાખ રૂપિયાનો ચમકતો iPhone 17 Pro ખરીદ્યો છે, જે જોઈને સંભાવના સેઠ આઘાતમાં સરી પડી હતી.
વાયરલ થઈ રહેલા વીડિયોમાં જોઈ શકાય છે કે સંભાવના રસોડામાં દોડી જાય છે અને ગુડિયાના હાથમાં નારંગી રંગનો નવો કોરો આઈફોન જોઈને પૂછે છે, "શું આ તેં જ ખરીદ્યો છે?" ત્યારે ગુડિયા ખૂબ જ સાહજિકતાથી જવાબ આપે છે કે તેને સિલ્વર કલર જોઈતો હતો પણ સ્ટોકમાં ન હોવાથી તેણે આ કલર લીધો. સંભાવનાએ મજાકમાં કહ્યું કે તેણે પણ થોડી આર્થિક મદદ કરી હતી, પણ તેને અંદાજ નહોતો કે ગુડિયા આટલો મોંઘો ફોન લઈ આવશે.
ગુડિયાની વાત સાંભળીને નેટીઝન્સ હસી હસીને લોટપોટ થઈ રહ્યા છે. ગુડિયાએ જણાવ્યું કે તેને પહેલા iPhone 16 ખરીદવો હતો, પણ તે સ્ટોકમાં નહોતો એટલે તેણે સીધો iPhone 17 Pro જ લઈ લીધો! આ સાંભળીને સંભાવના બૂમ પાડી ઉઠી હતી કે, "ગુડિયા, તું તો મારા કરતા પણ આગળ નીકળી ગઈ છે." અંતે અભિનેત્રીએ પ્રેમથી ગુડિયાને ગળે લગાવી તેની ખુશીમાં સહભાગી થઈ હતી.
આ વીડિયો જોયા પછી સોશિયલ મીડિયા યુઝર્સ રમુજી પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. એક યુઝરે લખ્યું, "આ જોયા પછી મને મારી જાત પર ગરીબીનો અહેસાસ થઈ રહ્યો છે." બીજા એક યુઝરે રમૂજમાં પૂછ્યું, "સંભાવના તેની કામવાળીને કેટલો પગાર આપે છે કે તે સટાસટ આઈફોન ખરીદી રહી છે?" ઘણા લોકો ગુડિયાના આત્મવિશ્વાસ અને સંભાવનાના ઉદાર સ્વભાવના પણ વખાણ કરી રહ્યા છે.
સંભાવના સેઠના આ વ્લોગે સાબિત કરી દીધું છે કે શોખ મોટી વસ્તુ છે, પછી તે શેઠાણીના હોય કે કામવાળીના
(11:27 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
