તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Sunday, 28th December 2025
અમિતભાઈ શાહના હસ્તે અમદાવાદમાં 330 કરોડના વિવિધ વિકાસપ્રકલ્પોનું લોકાર્પણ,ઈ-લોકાર્પણ કરાયું
ગણેશજીની મૂર્તિનું અનાવરણ તેમજ નવી વણઝર ગામના પુનર્વસિત રહેવાસીઓને સનદ વિતરણનો કાર્યક્રમ યોજાયો

અમદાવાદ :કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઈ શાહના હસ્તે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રૂ.330 કરોડના વિવિધ વિકાસપ્રકલ્પોનું લોકાર્પણ,ઈ-લોકાર્પણ, ગણેશજીની મૂર્તિનું અનાવરણ તેમજ નવી વણઝર ગામના પુનર્વસિત રહેવાસીઓને સનદ વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ અંતર્ગત અમદાવાદ શહેરના પશ્ચિમ તથા દક્ષિણ-પશ્ચિમ વિસ્તારો માટે અત્યંત મહત્વપૂર્ણ એવા વેસ્ટર્ન ટ્રંક મેઈન લાઇન પ્રોજેક્ટનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિતભાઈ શાહે જણાવ્યું હતું કે, હૃદયને આનંદ થાય એવો આ નાનકડો પરંતુ અત્યંત મહત્વનો કાર્યક્રમ છે.1973ની સાબરમતી પૂર દુર્ઘટનામાં જેમનું સર્વસ્વ નષ્ટ થયું હતું. તેવા નાગરિકોને આજે 50 વર્ષ બાદ પ્લોટની માલિકીનો અધિકાર મળ્યો છે. આવડા મોટા અમદાવાદ શહેરમાં 173 લાભાર્થીઓ સંખ્યાત્મક રીતે ઓછા લાગી શકે, પરંતુ તેમના માટે આ ક્ષણ અત્યંત ઐતિહાસિક અને ભાવનાત્મક છે.
(6:02 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
