<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 29th December 2025

સોશિયલ મીડિયાએ ૨૦૨૫માં આ ૫ સામાન્‍ય લોકોને રાતોરાત બનાવ્‍યા સુપરસ્‍ટાર

લોકોની આધ્‍યાત્‍મિક વાતો, કળા કુશળતા, અભિનયના વીડિયો ઇન્‍સ્‍ટાગ્રામ, યુટયુબ પર છવાઈ ગયાં

નવી દિલ્‍હી,તા.૨૯: સોશિલય મીડિયા ગમે ત્‍યારે ગમે તેને વાયરલ કરીને પ્રસિદ્ધિ અપાવી શકે તેવી ક્ષમતા ધરાવે છે. ૨૦૨૫ વર્ષ પૂર્ણ થવા આવ્‍યું છે. આ વર્ષે સોશિયલ મીડિયાએ અનેક લોકોને રાતોરાત સેલિબ્રિટીઝ બનાવી દીધા હતા. તેમના વીડિયો વાયરલ થતાં એક જ દિવસમાં લાખો ફોલોઅર્સ અને નેશનલ ફેમ મળી છે. આ યાદીમાં અનેક સામાન્‍ય લોકોના નામ આવે છે. અનેક લોકોની આધ્‍યાત્‍મિક વાતો, કળા કુશળતા, અભિનયના વીડિયો ઇન્‍સ્‍ટાગ્રામ, યુટ્‍યુબ પર છવાઈ ગયાં છે. ચાલો ૨૦૨૫ના ટોપ ૫ વાયરલ ચહેરાઓ વિશે...

વર્ષ ૨૦૨૫ના સૌથી વધુ ચર્ચામાં કોઈ રહ્યું હોય તો તે છે, IIT બાબા, જે પ્રયાગરાજમાં આયોજિત મહાકુંભમાં વાયરલ થયાં હતાં. IITના પૂર્વ વિદ્યાર્થી અને સંન્‍યાસી બનેલા આભેય સિહના શાંત સ્‍વભાવ અને જીવનના ફિલસૂફીકલ વિચારોએ લાખો લોકોને પ્રભાવિત કર્યા હતાં. વૈરાગ્‍ય, જીવનનો હેતુ અને આધુનિક તણાવ પરના તેમના નાના વીડિયો ઇન્‍સ્‍ટાગ્રામ-યુટ્‍યુબ પર વાયરલ થયા. જોકે આ બાબાના કેટલાક વિવાદાસ્‍પદ વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયાં હતા, જેના કારણે વિવાદ સર્જાયો હતો.

મહાકુંભમાં રુદ્રાક્ષની માળા વેચતી ઇન્‍ડોરની મોનાલિસા પણ સોશિયલ મીડિયામાં ખાસ ચર્ચાનું કેન્‍દ્ર રહી હતી. મોનાલિસા તેની આકર્ષક આંખોથી વાયરલ થઈ હતી. મોનાલિસાના વીડિયો આત્‍મવિશ્વાસ અને ભાવુક હતા એટલા માટે તે સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહી હતી. યુઝર્સે તેમની તુલના શાષીય કળાથી પણ કરી હતી. આ પ્રસિદ્ધિના કારણે મોનાલિસાને મોડેલિગની ઓફરો મળી છે. એટલું જ નહીં, પરંતુ અનેક બ્રાન્‍ડ્‍સે પણ તેનો કોન્‍ટેક્‍ટ કર્યો હતો અને તેને ઓફર પણ મળી હતી. કેટલાક લોકોનો એવો પણ દાવો છે કે, મોનાલિસાને ફિલ્‍મોમાં પણ કામ મળી ગયું છે.

રાજુ કલાકાર પણ સોશિયલ મીડિયામાં ખાસ કેન્‍દ્રમાં રહ્યો હતો. રાજુએ સાબિત કર્યું કે ઓનલાઇન પ્‍લેટફોર્મ પરથી પણ સારી એવી કમાણી કરી શકાય છે. આ વર્ષની શરૂઆતમાં રાજુ કલાકાર ‘તુંને દિલ પે ચલાઈ ચૂરીયા' ગીતના કારણે વીડિયો વાયરલ થયો હતો. સહજ પણ ગહન ભાવનાત્‍મક ગાયકીએ શ્રોતાઓને મંત્રમુગ્‍ધ કર્યા હતાં. થોડા જ સમયમાં રાજુ કલાકારને લાખો ફોલોઅર્સ મળી ગયા હતા. રાજુ કલાકારને વિદેશ પ્રવાસ પણ કર્યો હતો. અત્‍યારે પણ તેને અનેક મીડિયા હાઉસમાંથી ઇન્‍ટરવ્‍યૂ માટે આમંત્રણ મળી રહ્યાં છે.

‘૧૦ રૂપિયાનો બિસ્‍કિટ પેકેટ કેટલાનો છે જી!' આ મીમે ૨૦૨૫માં દરેક રીલ પર છવાઈ ગઈ હતી. આ મીમના કારણે શાદાબ જકાતીને વિશ્વભરથી સપોર્ટ મળ્‍યો અને રૂપિયા પણ મળ્‍યાં હતાં. રેપર બાદશાહ સાથે પણ તેણે રીલ બનાવી હતી જે સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ હતી. અત્‍યારે શાદાબ જકાતીને સોશિયલ મીડિયામાં ૫૭ મિલિયન વ્‍યૂઝ અને લાખો લાઇક્‍સ મળ્‍યા મળ્‍યાં છે. એટલું જ નહીં પરંતુ લાખો લોકો તેનો ફોલો પણ કરી રહ્યાં છે.

૨૦૦૬ Krrish ફિલ્‍મ આવી હતી. આ ફિલ્‍માં ‘દિલ ના દીયા' ગીત હતું, જે ૨૦૦૬માં તો વાયરલ થયું જ હતું, પરંતુ હવે ૨૦૨૫ના અંતમાં પણ ખૂબ જ વાયરલ થઈ રહ્યું છે. ‘કિરિસ કા ગાન સુનેગા' કહેતો જમશેદપુરનો કચરો વિણતો છોકરો પીંટુ અત્‍યારે વાયરલ થઈ રહ્યો છે. તેના વીડિયો અને સ્‍ટાઇલે લોકોને આકર્ષિત કર્યાં છે. વાયરલ થતાં ઘણા લોકો મદદ માટે આગળ આવ્‍યા, તેનું જીવન બદલાઈ ગયું હતું. વાસ્‍તવમાં સોશિયલ મીડિયા એવું પ્‍લેટફોર્મ છે, જે કોઈ પણ વ્‍યક્‍તિનું નસીબ રાતોરાતો બદલી શકે છે.

 

(10:22 AM IST)