હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Monday, 29th December 2025
આગામી બજેટમાં સરકારનું દેવું ઘટાડવાનું લક્ષ્ય: નાણાકીય વર્ષ ૨૦૨૭ માટે ડેટ-ટુ-જીડીપી રેશિયો ૫૪.૫ થી ૫૫ ટકા સુધી લઈ જવા તૈયારી
નાણાકીય શિસ્ત જાળવવા કેન્દ્ર સરકાર કટિબદ્ધ: ચાલુ નાણાકીય વર્ષના ૫૬.૧ ટકાની સામે આગામી વર્ષોમાં દેવાના બોજમાં ઘટાડો કરાશે

નવી દિલ્હી: આગામી કેન્દ્રીય બજેટમાં ભારત સરકાર પોતાની નાણાકીય સ્થિતિને વધુ મજબૂત કરવા માટે મહત્ત્વના પગલાં લઈ શકે છે. અહેવાલો મુજબ, કેન્દ્ર સરકાર નાણાકીય વર્ષ ૨૦૨૭ માટે 'ડેટ-ટુ-જીડીપી' રેશિયો (કુલ ઘરેલુ ઉત્પાદનની સામે દેવાનું પ્રમાણ) ઘટાડીને ૫૪.૫ થી ૫૫ ટકાની વચ્ચે લાવવાનું લક્ષ્ય નિર્ધારિત કરી રહી છે.
ઉલ્લેખનીય છે કે, નાણાકીય વર્ષ ૨૦૨૬ માટે આ રેશિયો ૫૬.૧ ટકા અંદાજવામાં આવ્યો હતો. સરકારનો હેતુ રાજકોષીય ખાધને નિયંત્રણમાં રાખવાનો અને દેશના અર્થતંત્ર પર દેવાનો બોજ ઘટાડવાનો છે.
આ પગલાંથી આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતીય અર્થતંત્રની શાખ વધુ મજબૂત બનશે અને વિદેશી રોકાણકારોનો વિશ્વાસ વધશે તેવી શક્યતા છે.
(1:09 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
