તા. ૮ ઓગસ્ટ ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ શ્રાવણ સુદ – ૧૪ શુક્રવાર
News of Monday, 29th December 2025
ડેટા પ્રોટેક્શન બોર્ડની રચના માટેની તૈયારીઓ શરૂ: ઓનલાઈન ઓફિસ સોફ્ટવેર પણ તૈયાર
આઈટી સેક્રેટરી એસ. કૃષ્ણનની જાહેરાત: ડિજિટલ પર્સનલ ડેટા પ્રોટેક્શન કાયદાના અમલની દિશામાં સરકારની ગતિ તેજ

નવી દિલ્હી: કેન્દ્ર સરકારે ડિજિટલ પર્સનલ ડેટા પ્રોટેક્શન એક્ટ હેઠળ 'ડેટા પ્રોટેક્શન બોર્ડ'ની સ્થાપના માટેની પ્રક્રિયા શરૂ કરી દીધી છે.
ઇન્ફોર્મેશન ટેકનોલોજી (આઈટી) મંત્રાલયના સેક્રેટરી એસ. કૃષ્ણને જણાવ્યું હતું કે બોર્ડના કામકાજ માટે જરૂરી ગ્રાઉન્ડવર્ક શરૂ થઈ ગયું છે.
મહત્ત્વની બાબત એ છે કે, આ બોર્ડના સંચાલન માટે અને ફરિયાદોના નિવારણ માટે જરૂરી 'ઓનલાઈન ઓફિસ સોફ્ટવેર' પણ તૈયાર કરી લેવામાં આવ્યું છે. આ બોર્ડ ભારતીય નાગરિકોના ડિજિટલ ડેટાની સુરક્ષા સુનિશ્ચિત કરશે અને કાયદાના ભંગ બદલ દંડ ફટકારવાની સત્તા ધરાવશે. સરકાર ટૂંક સમયમાં જ બોર્ડના સભ્યોની નિમણૂક અંગેની જાહેરાત કરી શકે છે.
(1:11 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
