<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 29th December 2025

શું હવે રશિયા-યુક્રેન યુદ્ધનો આવશે અંત?: ટ્રમ્‍પનો ‘શાંતિ પ્‍લાન': ઝેલેન્‍સ્‍કી સાથે મુલાકાત પહેલા પુતિનને ફોન

ફ્‌લોરિડામાં ઝેલેન્‍સ્‍કી સાથેની મુલાકાત બાદ ટ્રમ્‍પે શાંતિ કરારના આપ્‍યા સંકેતઃ રશિયા યુક્રેનને સસ્‍તી વીજળી અને ઉર્જા આપવા તૈયાર હોવાનો દાવો : રશિયન રાષ્‍ટ્રપતિ સાથેની વાતચીત બાદ યુક્રેનના રાષ્‍ટ્રપતિ સાથે ટ્રમ્‍પની ડિનર ડિપ્‍લોમેસીઃ ટ્રમ્‍પ-ઝેલેન્‍સ્‍કીની ઐતિહાસિક મુલાકાત

ફ્‌લોરિડા, તા.૨૯: અમેરિકી રાષ્‍ટ્રપતિ ડોનાલ્‍ડ ટ્રમ્‍પે રશિયા-યુક્રેન યુદ્ધને રોકવા માટે પોતાની અત્‍યંત પ્રભાવશાળી ડિરેક્‍ટ ડિપ્‍લોમેસી શરૂ કરી દીધી છે. ફ્‌લોરિડાના પામ બીચ સ્‍થિત પોતાના ખાનગી નિવાસસ્‍થાન માર-એ-લાગો ખાતે યુક્રેનિયન રાષ્‍ટ્રપતિ વ્‍લાદિમીર ઝેલેન્‍સ્‍કીનું સ્‍વાગત કરતા પહેલા ટ્રમ્‍પે રશિયન રાષ્‍ટ્રપતિ વ્‍લાદિમીર પુતિન સાથે ટેલિફોન પર લાંબી વાતચીત કરી હતી. ટ્રમ્‍પે પોતે ટ્રુથ સોશિયલ પર આ વાતચીતને અત્‍યંત ઉત્‍પાદક ગણાવી છે. આ પગલાથી એવી અટકળો તેજ થઈ છે કે ટ્રમ્‍પ પોતાના બીજા કાર્યકાળના -થમ વર્ષમાં જ યુરોપના આ સૌથી મોટા સશષા સંઘર્ષ પર પૂર્ણવિરામ મૂકવા માટે કોઈ મોટો શાંતિ કરાર ટેબલ પર લાવી શકે છે.

ટ્રમ્‍પ અને ઝેલેન્‍સ્‍કીની આ મુલાકાત એવા સમયે થઈ રહી છે જ્‍યારે રશિયાએ યુક્રેન પર મિસાઈલ અને ડ્રોનનો અત્‍યાર સુધીનો સૌથી ભયાનક હુમલો કર્યો છે. કિવમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો છે અને યુક્રેનનું સૈન્‍ય ભારે દબાણ હેઠળ છે. ઝેલેન્‍સ્‍કીનું માનવું છે કે રશિયા વાટાઘાટોમાં પોતાની સ્‍થિતિ મજબૂત કરવા માટે લશ્‍કરી તાકાતનો ઉપયોગ કરી રહ્યું છે. જોકે, ટ્રમ્‍પની ટીમ બંને પક્ષોને સીધા સંવાદ માટે -ોત્‍સાહિત કરી રહી છે. માર-એ-લાગોના ભવ્‍ય ડાઇનિંગ રૂમમાં યોજાનારી આ બેઠકમાં મીડિયાને પણ આમંત્રણ આપવામાં આવ્‍યું છે, જે સૂચવે છે કે ટ્રમ્‍પ આ શાંતિ પ્રક્રિયાને દુનિયાની સામે એક મોટી જીત તરીકે રજૂ કરવા માંગે છે.

મુલાકાત દરમિયાન ઝેલેન્‍સ્‍કી પૂર્વી યુક્રેનના ડોનબાસ ક્ષેત્ર અને ઝાપોરિઝ્‍ઝિયા પરમાણુ પાવર પ્‍લાન્‍ટની સુરક્ષા જેવા મહત્‍વના મુદ્દાઓ ઉઠાવશે. બીજી તરફ, રશિયાએ શરત મૂકી છે કે જ્‍યાં સુધી યુક્રેન તેના -ાદેશિક દાવાઓ (ડોનબાસ સોંપવા) સ્‍વીકારે નહીં ત્‍યાં સુધી યુદ્ધ ચાલુ રહેશે. ઓગસ્‍ટમાં અલાસ્‍કામાં થયેલી ટ્રમ્‍પ-પુતિન મુલાકાતમાં કોઈ ઠોસ ઉકેલ આવ્‍યો નહોતો, પરંતુ હવે રશિયન વિદેશ મંત્રી લાવરોવે પણ ટ્રમ્‍પની મધ્‍યસ્‍થીના પ્રયાસોની પ્રશંસા કરી છે. રશિયાનો આરોપ છે કે યુરોપિયન યુનિયન આ શાંતિ પ્રક્રિયામાં મુખ્‍ય અવરોધ બની રહ્યું છે અને તે રચનાત્‍મક સંવાદ માટે તૈયાર નથી.

વિશ્વ આખું અત્‍યારે શ્વાસ અધ્‍ધર કરીને ફ્‌લોરિડા તરફ જોઈ રહ્યું છે, કારણ કે ટ્રમ્‍પે ૨૦૨૪માં દાવો કર્યો હતો કે તેઓ સત્તામાં આવ્‍યા બાદ ૨૪ કલાકમાં યુદ્ધ રોકી દેશે. જોકે, વાસ્‍તવિકતામાં જમીની સ્‍તરે તફાવતો ઘણા ઊંડા છે. શું ટ્રમ્‍પ પુતિનને પીછેહઠ કરવા મનાવી શકશે કે પછી ઝેલેન્‍સ્‍કીએ પોતાની જમીનનો ત્‍યાગ કરવો પડશે? આ પ્રશ્‍નોના જવાબ આ ઐતિહાસિક મુલાકાત બાદ જ મળી શકશે. યુદ્ધના ચોથા વર્ષમાં પ્રવેશતા પહેલા આ શાંતિ મંત્રણા કદાચ યુક્રેનિયન જનતા માટે છેલ્લા આશાના કિરણ સમાન છે.

(3:59 PM IST)