હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Monday, 29th December 2025
અયોધ્યાથી વારાણસીની સફર પાંચ કલાકને બદલે બે કલાકમાં થશે
બે મુખ્ય યાત્રાધામોને જોડતો ૬ લેન હાઈસ્પીડ કોરિડોર તૈયાર કરવામાં આવશે

અયોધ્યા, તા.૨૯: અયોધ્યા અને વારાણસી વચ્ચે ૬ લેનનો હાઈ-સ્પીડ ઍક્સેસ કન્ટ્રોલ કૉરિડોર બનાવવાની યોજના બનાવવામાં આવી છે અને આનાથી હાલમાં આ રૂટ પર પ્રવાસ કરવામાં જે પાંચ કલાક લાગે છે એને બદલે બે કલાકમાં પ્રવાસ પૂર્ણ થશે. નૅશનલ હાઇવે ઑથોરિટી ઑફ ઇન્ડિયા (NHAI)એ આ પ્રોજેક્ટ માટે ડેવલપમેન્ટ પ્રોજેક્ટ રિપોર્ટ (DPR) તૈયાર કરવા માટે સલાહકાર એજન્સીની નિમણૂક કરવા માટે ટેન્ડર મગાવ્યાં છે. એજન્સીને સર્વેક્ષણ કરવા અને DPR તૈયાર કરવામાં ઓછામાં ઓછું દોઢ વર્ષ લાગશે.
આ કૉરિડોરના નિર્માણ સાથે અયોધ્યાથી વારાણસીનું અંતર ઘટીને લગભગ ૨૦૦ કિલોમીટર થઈ જશે. આ પ્રોજેક્ટ ધાર્મિક પર્યટનને વેગ આપશે. જોકે કૉરિડોર પૂર્ણ થવામાં સમય લાગશે. એ પહેલાં ૬૭ કિલોમીટર લાંબો રિંગ રોડ ૨૦૨૭માં પૂર્ણ થશે. અયોધ્યા-વારાણસી પ્રોજેક્ટને પછી ચિત્રકૂટ સાથે પણ જોડવામાં આવશે.(
(3:59 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
