હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
પૂર્વોત્તરમાં શાંતિ અને સમૃદ્ધિનો નવો સૂર્યોદય: અમિતભાઇ શાહે આસામમાં રૂ. ૧૮૦૦ કરોડથી વધુના વિકાસકાર્યોનું કર્યું લોકાર્પણ, વિપક્ષ પર આકરા પ્રહાર
નાગાંવમાં શ્રીમંત શંકરદેવ અભિર્ભવ ક્ષેત્રનું ઉદ્ઘાટન કરતાં ગૃહમંત્રીએ કહ્યું- ‘પીએમ મોદીએ ૧૧ વર્ષમાં પૂર્વોત્તરનો નકશો બદલી નાખ્યો’; ગુવાહાટીમાં અત્યાધુનિક ‘ઈન્ટેલિજન્સ સર્વેલન્સ સિસ્ટમ’ અને શહીદ સ્મારકની આપશે ભેટ

નાગાંવ (આસામ) : કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઇ શાહ આજે આસામના પ્રવાસે છે, જ્યાં તેમણે પૂર્વોત્તર રાજ્યોમાં થયેલા અભૂતપૂર્વ પરિવર્તનની ગાથા વર્ણવી હતી. આસામના નાગાંવ જિલ્લામાં એક વિશાળ જાહેર રેલીને સંબોધતા શાહે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૧૧ વર્ષના નેતૃત્વમાં આસામ સહિત સમગ્ર પૂર્વોત્તર ભારત હિંસા અને અસ્થિરતાના યુગમાંથી બહાર આવીને વિકાસના પંથે આગળ વધી રહ્યું છે.
સાંસ્કૃતિક ધરોહરનું જતન
ગૃહમંત્રીએ આજે બટાદ્રાવા થાણ ખાતે પુનઃવિકસિત 'મહાપુરુષ શ્રીમંત શંકરદેવ અભિર્ભવ ક્ષેત્ર'નું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે તેમણે જણાવ્યું કે પીએમ મોદીના શાસનમાં માત્ર ભૌતિક વિકાસ જ નહીં, પરંતુ ભારતની વિરાસત અને આધ્યાત્મિક કેન્દ્રોને પણ નવું ગૌરવ મળ્યું છે. તેમણે અગાઉની કોંગ્રેસ સરકારો પર નિશાન સાધતા કહ્યું કે, દાયકાઓ સુધી આસામના વિકાસની અવગણના કરવામાં આવી હતી અને તેને માત્ર રાજકીય હેતુઓ માટે જ વાપરવામાં આવ્યું હતું.
ટેકનોલોજી અને સુરક્ષાની ભેટ
આજના વ્યસ્ત પ્રવાસના અંતિમ તબક્કામાં અમિતભાઇ શાહ ગુવાહાટી ખાતે પોલીસ કમિશનરની અત્યાધુનિક નવી ઇમારત અને 'ઇન્ટેલિજન્સ સિટી સર્વેલન્સ સિસ્ટમ'નું લોકાર્પણ કરશે. આ સિસ્ટમ દ્વારા સમગ્ર શહેરની સુરક્ષા વ્યવસ્થાને હાઈ-ટેક બનાવી ગુનાખોરી પર અંકુશ મેળવવામાં મદદ મળશે. આ ઉપરાંત, તેઓ ૫,૦૦૦ બેઠકોની ક્ષમતા ધરાવતા ભવ્ય 'જ્યોતિ બિષ્ણુ સાંસ્કૃતિક સંકુલ'નું પણ ઉદ્ઘાટન કરવાના છે.
શહીદોને વંદન
પશ્ચિમ બંગાળ જવા રવાના થતા પહેલા, ગૃહમંત્રી ગુવાહાટીમાં નવનિર્મિત 'સ્વાહિદ સ્મારક ક્ષેત્ર'ની મુલાકાત લેશે. અહીં તેઓ આસામ ચળવળ દરમિયાન પોતાના પ્રાણોની આહુતિ આપનારા વીર શહીદોને પુષ્પાંજલિ અર્પણ કરીને શ્રદ્ધાંજલિ આપશે. અમિતભાઇ શાહના આ પ્રવાસથી પૂર્વોત્તરમાં ભાજપના વિકાસના એજન્ડાને નવી ગતિ મળી છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
