News of Monday, 29th December 2025
યુપીમાં ભૂ-માફિયાઓ અને બાહુબલીઓનું હવે આવી બન્યું: સીએમ યોગીનો કડક આદેશ- "ગરીબોની જમીન પર કબજો કરનારાઓને પાતાળમાંથી પણ શોધીને જેલભેગા કરો"
ગોરખનાથ મંદિરમાં યોજાયેલા 'જનતા દરબાર'માં મુખ્યમંત્રીએ લોકોની પીડા સાંભળી; અધિકારીઓને કડક સૂચના- "જમીન વિવાદોમાં બેદરકારી નહીં ચલાવી લેવાય, પીડિતોને ત્વરિત ન્યાય અને ગંભીર બીમારીમાં આર્થિક મદદ પૂરી પાડો"

ગોરખપુર: ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે સોમવારે ગોરખપુરના સુપ્રસિદ્ધ ગોરખનાથ મંદિરમાં પરંપરાગત 'જનતા દર્શન' કાર્યક્રમ યોજ્યો હતો. આ દરમિયાન તેમણે રાજ્યના ઉચ્ચ અધિકારીઓને સ્પષ્ટ અને આકરા શબ્દોમાં ચેતવણી આપી છે કે, કોઈપણ ગરીબ કે અસહાય વ્યક્તિની જમીન પર ગેરકાયદે કબજો કરનારા બાહુબલીઓ અને ભૂ-માફિયાઓ સામે સખત કાર્યવાહી કરવામાં આવે.
સોમવારે સવારે મંદિર પરિસરમાં યોજાયેલા આ જનતા દરબારમાં મોટી સંખ્યામાં લોકો પોતાની ફરિયાદો લઈને પહોંચ્યા હતા. સીએમ યોગીએ જાતે દરેક વ્યક્તિ પાસે જઈને તેમની સમસ્યાઓ સાંભળી અને અરજીઓ સ્વીકારી હતી. તેમણે લોકોને ખાતરી આપી હતી કે, "ગભરાશો નહીં, મારી સરકારમાં કોઈની સાથે અન્યાય નહીં થાય." તેમણે અધિકારીઓને આદેશ આપ્યો કે જમીન વિવાદ અને પારિવારિક તકરાર જેવા મામલાઓમાં પોલીસ અને વહીવટી તંત્ર સંવેદનશીલતાથી કામ કરે.
જમીન પર ગેરકાયદેસર કબ્જાની ફરિયાદો પર પ્રતિક્રિયા આપતા મુખ્યમંત્રીએ કહ્યું કે, "બાહુબલી અને માફિયાઓ સામે એવી કડક કાર્યવાહી કરો જે રાજ્યમાં ઉદાહરણ બને. ગરીબોની જમીન હડપનારાઓને કાયદાનો ડર હોવો જોઈએ." તેમણે સ્પષ્ટ કર્યું કે જે કોઈ પણ કાયદાને હાથમાં લેશે અથવા સત્તાના જોરે સામાન્ય નાગરિકોને પરેશાન કરશે તેને છોડવામાં આવશે નહીં.
: જનતા દરબારમાં ગંભીર બીમારીઓની સારવાર માટે આર્થિક મદદ માંગવા આવેલા દર્દીઓ અને તેમના સ્વજનોને સીએમ યોગીએ હિંમત આપી હતી. તેમણે અધિકારીઓને તાત્કાલિક હોસ્પિટલના અંદાજિત ખર્ચની પ્રક્રિયા પૂર્ણ કરી રિપોર્ટ મોકલવા જણાવ્યું હતું, જેથી સરકાર વહેલી તકે નાણાકીય સહાય પૂરી પાડી શકે. તેમણે કહ્યું કે ભંડોળના અભાવે કોઈ પણ નાગરિકની સારવાર અટકવી જોઈએ નહીં. ગોરખપુર પ્રવાસ દરમિયાન સીએમ યોગીએ મંદિર પરિસરમાં ગૌસેવા પણ કરી હતી અને સ્થાનિક વહીવટી તંત્રને કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે સતર્ક રહેવા સૂચના આપી હતી
(8:48 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
