<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 29th December 2025

IIT બોમ્બેમાં રોબોટની ‘ધુરંધર’ એન્ટ્રી: ફિલ્મ ‘ધુરંધર’ના સુપરહિટ ગીત ‘Fa9la’ પર રોબોટે કર્યો એવો ડાન્સ કે જોનારા દંગ રહી ગયા!

એશિયાના સૌથી મોટા ટેકફેસ્ટમાં મશીન અને મનોરંજનનો અનોખો સંગમ; યુનિટ્રી G1 રોબોટના સ્મૂધ ડાન્સ મૂવ્સ જોઈને લોકો બોલ્યા- “હવે તો ડાન્સ રિયાલિટી શોમાં પણ રોબોટ આવશે!”

મુંબઈ :  IIT બોમ્બેમાં આયોજિત એશિયાના સૌથી મોટા સાયન્સ અને ટેકનોલોજી ઉત્સવ 'ટેકફેસ્ટ ૨૦૨૫'માં અત્યારે ટેકનોલોજીની સાથે બોલિવૂડનો તડકો જોવા મળ્યો છે. અહીં રોબોટિક્સ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) પર ચર્ચા ચાલી રહી હતી ત્યારે એક હ્યુમનોઇડ રોબોટે મંચ પર આવીને રણવીર સિંહની બ્લોકબસ્ટર ફિલ્મ ‘ધુરંધર’ ના સુપરહિટ ગીત ‘Fa9la’ (શેર-એ-બલોચ) પર એવો ડાન્સ કર્યો કે લોકોએ પોતાની જગ્યા પર ઊભા થઈને તાળીઓ વગાડી હતી.
પસોશિયલ મીડિયા પર વાયરલ થયેલા આ વીડિયોમાં જોઈ શકાય છે કે જેવું ગીત શરૂ થાય છે, રોબોટ કોઈ વ્યાવસાયિક ડાન્સરની જેમ તાલ સાથે તાલ મિલાવવા લાગે છે. તેના સ્ટેપ્સ એટલા સ્મૂધ અને લયબદ્ધ હતા કે ઘડીભર માટે લોકોને લાગ્યું કે આ મશીન નહીં પણ કોઈ માણસ ડાન્સ કરી રહ્યો છે. આ પ્રદર્શન ઇન્ટરનેશનલ હ્યુમનોઇડ સમિટનો ભાગ હતું, જેનો હેતુ રોબોટિક્સમાં રિયલ-ટાઇમ રિસ્પોન્સ અને બેલેન્સ કંટ્રોલ કેટલી હદે આગળ વધ્યું છે તે દર્શાવવાનો હતો.
: આ પર્ફોર્મન્સ આપનાર રોબોટ ચાઈનીઝ કંપની યુનિટ્રી રોબોટિક્સનો 'Unitree G1' મોડલ છે. આ રોબોટ તેની એડવાન્સ્ડ બેલેન્સિંગ ટેકનોલોજી અને ફ્લેક્સિબિલિટી માટે દુનિયાભરમાં જાણીતો છે. ડાન્સ દરમિયાન તેના ચહેરાના હાવભાવ અને મ્યુઝિક સાથેનું સિંક્રોનાઇઝેશન જોઈને આઈઆઈટીના વિદ્યાર્થીઓ અને મુલાકાતીઓ આશ્ચર્યચકિત થઈ ગયા હતા.
ઇન્સ્ટાગ્રામ પર આ વીડિયો વાયરલ થતા જ યુઝર્સની રમુજી કમેન્ટ્સ આવવા લાગી છે. કોઈ યુઝરે લખ્યું, "હવે ઇન્સાન અને મશીન વચ્ચેનું અંતર ખતમ થઈ રહ્યું છે," તો કોઈએ મજાકમાં લખ્યું કે, "આવનારા સમયમાં મનુષ્યોની નોકરીઓ તો ઠીક, ડાન્સરોની નોકરી પણ ખતરામાં છે!"
નોંધનીય છે કે ‘Fa9la’ ગીત બહેરીનના પ્રખ્યાત રેપર ફ્લિપરાચી (Flipperachi) એ કમ્પોઝ કર્યું છે, જે ફિલ્મ 'ધુરંધર' રિલીઝ થયા બાદ ગ્લોબલ ચાર્ટબસ્ટર બની ગયું છે. ટેક અને બોલિવૂડનું આ મિશ્રણ દર્શાવે છે કે ટેકનોલોજી હવે માત્ર કામના બોજને હળવો કરવા માટે નહીં, પરંતુ સર્જનાત્મકતા અને મનોરંજન માટે પણ સજ્જ થઈ રહી છે

(8:54 PM IST)