<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 29th December 2025

BMC ચૂંટણી: મહાયુતિમાં સીટોની ફોર્મ્યુલા નક્કી શિવસેના 90 અને ભાજપ 137 પર ચૂંટણી લડશે

મુંબઈ મહાનગર પાલિકાની ચૂંટણીને લઈને ગઠબંધનમાં બેઠકોની વહેંચણીનો મુદ્દો ઉકેલાઈ ગયો: કાલે મહાયુતિ ગઠબંધનના તમામ ઉમેદવારો ઉમેદવારી પત્રો ભરશે.

મુંબઈ મહાનગર પાલિકાની ચૂંટણીને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે. મહાયુતિ ગઠબંધનમાં બેઠક વહેંચણીનો મુદ્દો ઉકેલાઈ ગયો છે. હવે ભાજપ અને શિવસેના કેટલી બેઠકો પર ચૂંટણી લડશે તેની ફોર્મ્યુલા પણ જાહેર થઈ ગઈ છે. મુંબઈમાં શિવસેના 227માંથી 90 બેઠકો પર ચૂંટણી લડશે જ્યારે ભાજપ 137 બેઠકો પર ચૂંટણી લડશે. મંગળવારે ઉમેદવારી પત્ર ભરવાની છેલ્લી તારીખ છે, આથી આવતીકાલે મહાયુતિ ગઠબંધનના તમામ ઉમેદવારો ઉમેદવારી પત્રો ભરશે.


 

(11:43 PM IST)