<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 30th December 2025

સમાચારો ઉડતી નજરે

* ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતા અમિતભાઈ શાહ આજથી બે દિવસ પશ્ચિમ બંગાળના પ્રવાસે આવતા જ બંગાળ ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો આવી ગયો છે: આ બધા વચ્ચે મમતા બેનર્જી આજે બરજોરામાં જંગી જાહેર સભા સંબોધી રહ્યા છે 

* ટ્રમ્પે કહ્યું કે ઈરાન ગલત વ્યવહાર કરી રહેલ છે અને તેના પરિણામો ગંભીર આવશે

* આજે જયપુરમાં કિસાન મહાપંચાયત સાથે જોડાયેલ સંગઠનો દ્વારા વિરોધ માર્ચ 

* તાઈવાન નજીક જસ્ટિસ મિશન ૨૦૨૫ હેઠળ ચીને લાઇવ ફાયર ડ્રીલ શરૂ કરતાં ખળભળાટ મચી ગયો છે 

* ભારતીય વિમાન ક્ષેત્રે આજે ખાસ દિવસ: એચએએલ દ્વારા તૈયાર કરાયેલ ધ્રુવ એન જી હેલિકોપ્ટર પોતાની પ્રથમ સિવિલ ઉડાન ભરવા જઈ રહેલ છે

* વેનેઝુએલા ઉપર પ્રથમ વખત અમેરિકા મોટાપાયે તૂટી પડ્યું, જ્યાંથી ડ્રગની તસ્કરી થાય છે તે બંદરના ભુક્કા બોલાવી તમામ બોટ અને સમગ્ર વિસ્તારની અંદરની મિલકતોનો ખાત્મો કરી નાખ્યો 

* ઈરાનને અમેરિકાની આખરી ચેતવણી અણુ પ્રોગ્રામ શરૂ કરશે તો તેનો નાશ કરી નાખશું 

* અમેરિકાના કેલિફોર્નિયામાં એક અકસ્માતમાં મેઘના રાની અને કે. ભાવના નામની ભારતીય યુવતીઓના મોત

* મુંબઈના ભાંડુપ વિસ્તારમાં ગઈ રાત્રે ગાંડીતૂર બનેલી "બેસ્ટ"ની બસે મુસાફરોને હડફેટે લેતા ત્રણ મહિલા સહિત ચાર લોકોના મોત થયા છે, નવ ગંભીર છે 

* બાંગ્લાદેશના ભૂતપૂર્વ વડાપ્રધાન ખાલિદા જીયાનું ૮૦ વર્ષની વયે દુઃખદ અવસાન, લાંબા સમયથી બીમાર હતા, આઈસીયુમાં હતા 

(10:25 AM IST)