<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 30th December 2025

GRE રિન્‍યુ એનરટેક લિ. પ્રસ્‍તાવિત IPO માટે BSE SME તરફથી મંજૂરી

રાજકોટ, તા. ૩૦: GRE રિન્‍યુ એનરટેક લિમિટેડ (“GRE”) એ આજે જાહેરાત કરી છે કે તેને તેના પ્રસ્‍તાવિત પ્રારંભિક જાહેર ઇશ્‍યૂ (IPO) માટે બોમ્‍બે સ્‍ટોક એક્‍સચેન્‍જ (BSE) તરફથી ઇન-પ્રિન્‍સિપલ મંજૂરી પ્રાપ્ત થઈ છે. કંપનીએ સપ્‍ટેમ્‍બર ૨૦૨૫ માં BSE SME પ્‍લેટફોર્મ પર IPO લાવવા માટે જરૂરી દસ્‍તાવેજો દાખલ કર્યા હતા.

મહેસાણા ખાતે મુખ્‍યાલય ધરાવતી આ કંપની વ્‍યાવસાયિક, ઔદ્યોગિક (C&I) તેમજ સંસ્‍થાગત ગ્રાહકો માટે ઓન-સાઇટ સોલાર એનર્જી સોલ્‍યુશન્‍સ પ્રદાન કરે છે. GRE રિન્‍યુ એનરટેક લિમિટેડ EPC તથા RESCO મોડલ હેઠળ સોલાર પ્રોજેક્‍ટસનું અમલીકરણ કરે છે, જેમાં જરૂરી હોય ત્‍યાં શેરડ ઇન્‍ફ્રાસ્‍ટ્રક્‍ચર આધારિત ગ્રાઉન્‍ડ-માઉન્‍ટેડ સોલાર પ્રોજેક્‍ટસનો પણ સમાવેશ થાય છે.

(3:51 PM IST)