News of Tuesday, 30th December 2025
ક્રિકેટ અને ગ્લેમરનો નવો વિવાદ: ટીવી એક્ટ્રેસ ખુશી મુખર્જીનો સૂર્યકુમાર યાદવ વિશે સનસનાટીભર્યો દાવો!
"તે મને વારંવાર મેસેજ કરતો હતો: તોફાની બેટ્સમેન અને T20 કેપ્ટન સૂર્યકુમાર યાદવ પર મોડેલ-એક્ટ્રેસના ગંભીર આરોપ : સ્પ્લિટ્સવિલા ફેમ ખુશીએ ક્રિકેટરો સાથેના કનેક્શનનો ખુલાસો કરતા સોશિયલ મીડિયા પર ફેન્સ આમને-સામને

મુંબઈ: ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર બેટ્સમેન અને T20 કેપ્ટન સૂર્યકુમાર યાદવ, જેઓ મેદાન પર પોતાની બેટિંગથી ચોગ્ગા-છગ્ગાની રમઝટ બોલાવે છે, તેઓ હાલમાં એક ગ્લેમર વિવાદમાં ફસાયા છે. ટીવી રિયાલિટી શો 'સ્પ્લિટ્સવિલા'થી જાણીતી થયેલી અભિનેત્રી ખુશી મુખર્જીએ એક ઇન્ટરવ્યુમાં દાવો કર્યો છે કે સૂર્યકુમાર યાદવ તેને સોશિયલ મીડિયા પર વારંવાર મેસેજ કરતા હતા. ખુશીએ માત્ર 'સ્કાય' જ નહીં પરંતુ અન્ય ઘણા નામી ક્રિકેટરો તેના સંપર્કમાં હોવાનું અને તેને ફોલો કરતા હોવાનું જણાવીને ખળભળાટ મચાવી દીધો છે. આ ખુલાસા બાદ ક્રિકેટ પ્રેમીઓમાં રોષ જોવા મળી રહ્યો છે, જ્યારે મનોરંજન જગતમાં આ વાત ચર્ચાનો વિષય બની છે.
ખુશી મુખર્જીની વાત કરીએ તો, કોલકાતામાં જન્મેલી આ 29 વર્ષીય અભિનેત્રી પોતાની બોલ્ડ સ્ટાઈલ અને વિવાદાસ્પદ નિવેદનો માટે જાણીતી છે. તેણે દક્ષિણ ભારતની ફિલ્મોથી કારકિર્દી શરૂ કરી હતી, પરંતુ તેને લોકપ્રિયતા MTVના શો દ્વારા મળી હતી. ખુશીએ તેના દાવામાં ઉમેર્યું કે, "સૂર્યકુમાર મને મેસેજ કરતા હતા પરંતુ હવે અમારી વાતચીત થતી નથી. મને મારું નામ કોઈની સાથે જોડાય તે ગમતું નથી." જોકે, સૂર્યકુમાર યાદવ તરફથી આ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા આવી નથી. નેટિઝન્સ આ દાવાને પબ્લિસિટી સ્ટંટ ગણાવી રહ્યા છે, કારણ કે સૂર્યકુમાર યાદવ પોતાની ફેમિલી-મેન ઈમેજ માટે જાણીતા છે.
ખુશી મુખર્જીના જીવનમાં આ પહેલો વિવાદ નથી; તાજેતરમાં જ તેણે પોતાના મિત્રો પર તેને ડ્રગ્સ આપીને તેના ઘરેથી 25 લાખના દાગીનાની ચોરી કરવાનો ગંભીર આરોપ પણ લગાવ્યો હતો. એક તરફ તે પોતાની લાઈફસ્ટાઈલ અને બોલ્ડ ફોટોશૂટને કારણે સમાચારોમાં રહે છે, તો બીજી તરફ આવા સનસનાટીભર્યા ખુલાસાઓ તેની ઓળખ બની ગયા છે. સૂર્યકુમાર યાદવ જેવો મોટો ચહેરો જ્યારે આવા વિવાદમાં ખેંચાય છે, ત્યારે તે ખેલાડીની ઈમેજ પર મોટી અસર પાડે છે. હવે જોવાનું એ રહેશે કે શું સૂર્યકુમાર આ આરોપો પર મૌન તોડશે કે પછી આ મામલો સોશિયલ મીડિયાના ટ્રેન્ડમાં જ શમી જશે.
(7:42 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
