News of Wednesday, 31st December 2025
કાશ્મીરમાં મોટી સાજિશ નિષ્ફળ: બારામુલ્લાના જંગલોમાંથી આતંકી ઠેકાણું ઝડપાયું, વિસ્ફોટકો જપ્ત

શ્રીનગર: નવા વર્ષ પહેલા સુરક્ષા દળોએ ઉત્તર કાશ્મીરના બારામુલ્લામાં સર્ચ ઓપરેશન હાથ ધરીને આતંકવાદીઓનું એક ઠેકાણું શોધી કાઢ્યું છે. ત્યાંથી આઈઈડી અને દારૂગોળો મળી આવ્યો છે.
જમ્મુ-કાશ્મીરમાં નવા વર્ષની ઉજવણીમાં ખલેલ પહોંચાડવાના આતંકવાદીઓના ઇરાદાને સુરક્ષા દળોએ નિષ્ફળ બનાવ્યો છે. ગુપ્ત બાતમીના આધારે, સીઆરપીએફ, સેનાની ૨ રાષ્ટ્રીય રાઈફલ્સ અને જમ્મુ-કાશ્મીર પોલીસના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે સંયુક્ત રીતે ઉત્તર કાશ્મીરના બારામુલ્લા જિલ્લાના કુંજર અને પટ્ટન વિસ્તારના જંગલોમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું.
ખારપોરા ગામ નજીક જંગલમાં ચાલેલા આ દરોડા દરમિયાન સુરક્ષા જવાનોને એક ગુપ્ત આતંકવાદી ઠેકાણું મળી આવ્યું હતું. આ સ્થળેથી એક શક્તિશાળી આઈઈડી (ઇમ્ પ્રોવાઇઝડ એક્સપ્લોઝિવ ડિવાઇસ) અને મોટા પ્રમાણમાં દારૂગોળો જપ્ત કરવામાં આવ્યો છે.
અધિકારીઓના જણાવ્યા મુજબ, આ વિસ્ફોટકોનો ઉપયોગ સુરક્ષા દળો અથવા નાગરિકો પર હુમલો કરવા માટે થવાનો હતો, પરંતુ સમયસર કાર્યવાહીને કારણે મોટી જાનહાનિ ટળી છે.
(9:36 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
