<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 31st December 2025

સોનુ-ચાંદીમાં ૧૦૦૦ રૂા. ઘટયા

સોનાના ભાવ ઘટીને ૧,૩૭,૦૦૦ અને ચાંદીના ભાવ ર,૩૯,૦૦૦ રૂા. થયા

 

રાજકોટ, તા., ૩૧: બુલીયન માર્કેટમાં આજે સોના-ચાંદીમાં ઘટાડો જોવા મળ્‍યો હતો. બંને કિંમતી ધાતુઓમાં ૧૦૦૦ રૂા. ઘટયા હતા.

બુલીયન માર્કેટમાં ડોલરમાં મંદીને પગલે સ્‍થાનીક બજારમાં સોનામાં ૧૦૦૦ રૂા. નો ભાવઘટાડો થયો હતો. ગઇકાલે સોનુ સ્‍ટાન્‍ડર્ડ (૧૦ ગ્રામ)નો ભાવ ૧,૩૮,૦૦૦ રૂા. હતા તે ઘટીને આજે બપોરે ૧,૩૭,૦૦૦ રૂા. થયા હતા.  સોનાના બિસ્‍કીટમાં ૧૦,૦૦૦ રૂા.નું ગાબડુ પડતા સોનાના બિસ્‍કીટ (૧૦૦ ગ્રામ)નો ભાવ ૧૩,૮૦,૦૦૦ રૂા. હતા તે ઘટીને ૧૩,૭૦,૦૦૦ રૂા. થયા હતા.

સોનાની સાથે ચાંદીમાં પણ ૧૦૦૦ રૂા. ઘટયા હતા. બુલીયન માર્કેટમાં સેન્‍ટમાં મંદીને કારણે સ્‍થાનીક બજારમાં ચાંદીમાં ૧૦૦૦ રૂા. ઘટતા ગઇકાલે ચાંદી (૧ કિલો)ના ભાવ ર,૪૦,૦૦૦ રૂા. હતા તે ઘટીને આજે બપોરે ર,૩૯,૦૦૦ રૂા. થયા છે. (૪.૧૩)

 

(2:41 PM IST)