ઇન્દોરમાં દૂષિત પાણીથી મૃત્યુઆંક વધીને ૧૩ થયો
૬ મહિનાના માસૂમ સહિત અનેક જિંદગીઓ હોમાઈ! : ભગીરથપુરામાં ૧,૩૦૦થી વધુ લોકો બીમાર અને ૧૦૦થી વધુની હાલત ગંભીર

ઇન્દોર, તા.૧: ભારતના સૌથી સ્વચ્છ શહેર ગણાતા ઇન્દોરમાં પીવાનું પાણી જ ઝેર બનીને ત્રાટકયું છે. શહેરના ભગીરથપુરા વિસ્તારમાં ગટર મિશ્રિત દૂષિત પાણી પીવાથી મળત્યુઆંક હવે ૧૩ પર પહોંચી ગયો છે, જેમાં એક ૬ મહિનાના માસૂમ બાળકનો પણ સમાવેશ થાય છે. સરકારી ચોપડે ભલે આંકડા ઓછા હોય, પણ સ્થાનિક પરિસ્થિતિ અત્યંત ગંભીર છે. ૧,૩૦૦ થી વધુ લોકો ઉલટી અને ઝાડાની બીમારીથી પીડાઈ રહ્યા છે, અને ઇન્દોરની હોસ્પિટલોમાં દર્દીઓ માટે જગ્યા ખૂટી પડી છે. ૧૦૦ થી વધુ દર્દીઓ જીવન-મરણ વચ્ચે ઝઝૂમી રહ્યા છે, જેમાંથી ૨૬ થી વધુ લોકો અત્યારે વેન્ટિલેટર અને સઘન સંભાળ એકમમાં સારવાર હેઠળ છે.
આ ભયાનક સ્થિતિની ગંભીર નોંધ લેતા મધ્યપ્રદેશ હાઈકોર્ટની ઈન્દોર બેન્ચે સરકારને જોરદાર ઝાટકણી કાઢી છે. બે જાહેર હિતની અરજીઓ પર તાકીદની સુનાવણી હાથ ધરીને કોર્ટે સરકાર અને મ્યુનિસિપલ કોર્પોરેશન પાસે આવતીકાલે એટલે કે ૨ જાન્યુઆરી સુધીમાં વિગતવાર સ્ટેટસ રિપોર્ટ માંગ્યો છે. કોર્ટે વેધક સવાલ પૂછયો છે કે આટલી મોટી સંખ્યામાં લોકો બીમાર પડ્યા ત્યાં સુધી તંત્ર શું કરી રહ્યું હતું?









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
