<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 2nd January 2026

અંધવિશ્વાસઃ તાંત્રિકે છોકરીને કહ્યું તારા પેટમાં જિન્નનું બચ્‍ચું છે પછી બધા કપડાં ઉતરાવી નાખ્‍યા

પરિવારને ડરાવ્‍યો અને પછી તંત્ર-મંત્ર કરવાના નામ પર કિશોરી સાથે દુષ્‍કર્મ કરવાનો પ્રયાસ કર્યો

 

આગરાઃ દુનિયા તા.૨: ૨૧મી સદીમાં જીવી રહી છે, લોકો ચાંદથી લઈને મંગળ ગ્રહ સુધી પહોંચી ચૂક્‍યા છે. પણ હજુ પણ એવા લાખો-કરોડો લોકો છે, જે અંધવિશ્વાસના ચક્કરમાં તાંત્રિકો પાસે જઈ રહ્યા છે. આવો જ એક ચોંકાવનારો કિસ્‍સો આગરા જિલ્‍લામાંથી સામે આવી રહ્યો છે. આ ઘટના વિશે સાંભળી સૌ કોઈ ચોંકી ગયા, પોલીસ પણ બેઘડી વિચારમાં પડી ગઈ.

તાજેતરનો મામલો આગરા જિલ્‍લાનો છે. જ્‍યાં એક તાંત્રિકની હેવાનિયતનો મામલો સામે આવ્‍યો છે. તાંત્રિકે એક સગીર કિશોરીના પેટમાં જિન્નનું બચ્‍ચું હોવાની વાત કહી પરિવારને ડરાવ્‍યો અને પછી તંત્ર-મંત્ર કરવાના નામ પર કિશોરી સાથે દુષ્‍કર્મ કરવાનો પ્રયાસ કર્યો. હવે પરિવારની ફરિયાદ પર પોલીસે કેસ નોંધી લીધો છે અને તાંત્રિક સહિત તેના સાથીઓની ધરપકડ કરવાના પ્રયાસો કરી રહી છે.

આખો કિસ્‍સો ફતેહપુર સીકરી વિસ્‍તારનો છે. પીડિત કિશોરી ફતેહપુર સીકરીમાં રહેતી હતી. તેને સારવાર માટે જગદીશપુરા વિસ્‍તારમાંથી એક તાંત્રિકને બોલાવ્‍યો. તાંત્રિકે કિશોરીના પેટમાં જિન્નનું બચ્‍ચું હોવાની વાત કહી, અને છ મહિનાની ગર્ભવતી હોવાની વાત જણાવી. બાળક ખતમ કરવાના નામ પર તાંત્રિક કિશોરીના ઘરે પહોંચ્‍યો અને પરિવારને તંત્ર-મંત્રવાળું પાણી પીવડાવ્‍યું.

હવે પરિવારનો આરોપ છે કે તાંત્રિકે કિશોરી સાથે દુષ્‍કર્મ કરવાનો પ્રયાસ કર્યો. તાંત્રિક સાથે આવેલી એક મહિલાએ સારવાર કરવાના નામ પર કિશોરીના તમામ કપડાં ઉતરાવી નાખ્‍યા. જ્‍યારે આ સમગ્ર મામલાની જાણકારી પીડિતના પરિવારને થઈ તો તેમણે બુધવારે પોલીસને આખી કહાની જણાવી. આ કેસમાં પોલીસે કાર્યવાહી કરતા ફરિયાદ નોંધી લીધી છે અને તાંત્રિક સહિત તેના સાથીઓને શોધી રહી છે.(૩૮.૩)

(10:05 AM IST)