News of Friday, 2nd January 2026
મહિલાઓની અંડરગારમેન્ટ્સ ચોરી પોતે પહેરી સૂઈ જતો
અનોખો ચોર પકડાયો

ભોપાલ તા.૨: મધ્ય પ્રદેશના ભોપાલના કોલાર વિસ્તારની અમરનાથ કોલોનીમાંથી એક સનસનીખેજ ઘટનાએ મહિલામાં ડર ફેલાવી દીધો છે. પોલીસે દીપેશ અંકિત નામના યુવકની ધરપકડ કરી છે, જે રાતના સમયમાં ઘરોમાં ઘૂસી મહિલાઓની અંડરગારમેન્ટ્સ ચોરી જતો હતો. પછી પોતે પહેરીને આરામથી સૂઈ જતો હતો. મંગળવારની રાતે આરોપી એક ડેરી સંચાલકના ઘરમાં ઘૂસ્યો, પણ ભાગતી વખતે તેનું શ્રમિક કાર્ડ પડી ગયું. આ કાર્ડથી પોલીસે આરોપીની ઓળખ કરી અને બુધવાર બપોરે તેને દબોચી લીધો.
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે દીપશે છેલ્લા કેટલાક દિવસમાં કેટલાય ઘરને ટાર્ગેટ કર્યા હતા. ઘટનાવાળી રાતે તે બાલ્કનીથી ચઢીને ઘરમાં ઘૂસ્યો અને મહિલાના સૂકાતી બ્રા અને પેન્ટી લઈને ભાગ્યો હતો. જ્યારે પોલીસ તેના રૂમમાં ગઈ તો આરોપી ચોરીના કપડાં પહેરીને સૂઈ રહ્યો હતો. ધરપકડમાં લેતા થોડો હોબાળો કર્યો, પણ પછી શાંતિપૂર્વક તેની ધરપકડ કરી લીધી. કોલાર પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જે જણાવ્યું કે આરોપીની માનસિક સ્થિતિ ઠીક નથી લાગતી, એટલા માટે તેનું મેડિકલ પરીક્ષણ કરાવવામાં આવી રહ્યું છે.
આ વિસ્તારની કેટલીય મહિલાઓએ પહેલા પણ આવી ચોરીની ફરિયાદ કરી હતી, પણ પોલીસના ચોપડે એકેય ફરિયાદ નથી. જેના કારણે પોલીસ અત્યાર સુધીમાં કોઈ સત્તાવાર નિવેદન આપી શકી નથી. એક પીડિત મહિલાએ નામ ન છાપવાની શરતે જણાવ્યું કે રાતના સમયે બાલ્કનીમાં કંઈક હલચલ સંભળાઈ, પણ ડરના કારણે ચૂપ રહી. હવે તો સાવધાની રાખવી પડશે. નિષ્ણાતોનું કહેવું છે કે આ ફેટિશિઝ્મ સાથે જોડાયેલો કેસ હોઈ શકે છે. જે માનસિક સ્વાસ્થ્ય સમસ્યા દર્શાવે છે.
પોલીસે મહિલાઓને અપીલ કરી છે કે આવી ઘટનાની તરત રિપોર્ટ કરો. કોલાર વિસ્તારમાં હવે પેટ્રોલિગ વધારી દીધું છે. જેથી આવી વિકૃત માનસિકતાવાળા અપરાધીઓ પર લગામ લાગે. સોશિયલ મીડિયા પર તેનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે.(૩૮.૨)
(10:06 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
