News of Friday, 2nd January 2026
રાહુલ ગાંધી ‘ફસાયા': કોંગી સરકારના રાજમાં EVM પાસ
હા.. EVM ઉપર સંપૂર્ણ ભરોસો છેઃ કર્ણાટક સરકારના સર્વેમાં ૮૩% લોકોએ સમર્થન આપ્યું : ૨૦૨૪ની લોકસભાની ચૂંટણીને લોકોએ સ્વતંત્ર-નિષ્પક્ષ ગણાવીઃ ભાજપે રાહુલ ગાંધીને આડેહાથ લીધા

બેંગલુરુ, તા.૨: ભારતીય લોકશાહીમાં ચૂંટણી પ્રક્રિયા અને EVM (ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન)ની વિશ્વસનીયતા પર સતત સવાલો ઉઠાવતા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અત્યારે પોતાના જ પક્ષની સરકારના કારણે ભીંસમાં મુકાયા છે. કર્ણાટકની સિદ્ધારમૈયા સરકાર દ્વારા તાજેતરમાં પ્રકાશિત કરવામાં આવેલા એક વ્યાપક સર્વેમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે રાજ્યના ૮૩.૬૧%્રુ નાગરિકો EVM પર અતૂટ વિશ્વાસ ધરાવે છે. આ આંકડો ૨૦૨૩ના ૭૭.૯% કરતા પણ ઘણો વધારે છે, જે સૂચવે છે કે જનતામાં મશીન દ્વારા મતદાન કરવાની પ્રક્રિયા પ્રત્યે ભરોસો ઘટવાને બદલે સતત વધી રહ્યો છે. કોંગ્રેસ જ્યારે રાષ્ટ્રીય સ્તરે બેલેટ પેપરની માંગ કરી રહી છે, ત્યારે તેમની જ સરકારનો આ રિપોર્ટ વિરોધાભાસી ચિત્ર રજૂ કરે છે.
મુખ્ય ચૂંટણી અધિકારી વી. અંબુકુમારના માર્ગદર્શન હેઠળ હાથ ધરાયેલા આ સર્વેમાં બેંગલુરુ, બેલાગવી, કાલાબુરાગી અને મૈસુરુ જેવા મુખ્ય વહીવટી વિભાગોના ૧૦૨ વિધાનસભા મતવિસ્તારોને આવરી લેવામાં આવ્યા હતા. સર્વેના તારણો મુજબ, ૮૪.૫૫% લોકોનું માનવું છે કે ભારતમાં ચૂંટણીઓ સંપૂર્ણપણે મુક્ત અને ન્યાયી રીતે યોજાય છે. ખાસ કરીને કાલાબુરાગી વિભાગમાં તો ૮૩.૨૪% લોકોએ ચ્સ્પ્ની વિશ્વસનીયતા પર મહોર મારી છે. આ રિપોર્ટ એવા સમયે આવ્યો છે જ્યારે રાહુલ ગાંધીએ વડા-ધાન મોદી પર મત ચોરીનો આરોપ લગાવીને દેશવ્યાપી ઝુંબેશ છેડી હતી. હવે સવાલ એ ઉભો થાય છે કે શું રાહુલ ગાંધી પોતાની જ સરકારના આ આંકડાઓને સ્વીકારશે?
ભાજપે આ તકનો પૂરો ફાયદો ઉઠાવતા કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા છે. ભાજપના પ્રવક્તા શહજાદ પૂનાવાલાએ વળતો પ્રહાર કરતા કહ્યું કે, કર્ણાટક સરકારે રાહુલ ગાંધીના જુઠ્ઠાણાનો પર્દાફાશ કરી દીધો છે. પૂનાવાલાએ ટોણો મારતા જણાવ્યું કે, જ્યારે કોંગ્રેસ તેલંગાણા કે હિમાચલમાં જીતે છે ત્યારે તેમને EVMમાં કોઈ ખામી દેખાતી નથી, પરંતુ હાર સામે દેખાય એટલે તેઓ ચૂંટણી પંચને દોષ દેવા લાગે છે. ભાજપનો આરોપ છે કે વિપક્ષ પેપર બેલેટની માંગણી કરીને ફરીથી બૂથ કેપ્ચરિંગના અંધકારમય યુગમાં દેશને ધકેલવા માંગે છે, જેને જનતાએ આ સર્વે દ્વારા સ્પષ્ટપણે નકારી દીધી છે.
રાજકીય વિશ્લેષકો માને છે કે આ સર્વેથી કોંગ્રેસની છબીને મોટું નુકસાન થઈ શકે છે, કારણ કે તે પક્ષની અંદરના જ વિરોધાભાસને છતો કરે છે. એક તરફ કર્ણાટક સરકાર સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીમાં બેલેટ પેપર લાવવાની તૈયારી કરી રહી છે, તો બીજી તરફ તેમનો જ સર્વે ચ્સ્પ્ની તરફેણ કરી રહ્યો છે. ઓમર અબ્દુલ્લા અને સુપ્રિયા સુલે જેવા ઈન્ડિયા ગઠબંધનના નેતાઓએ પણ અગાઉ રાહુલના EVM વિરોધી નિવેદનોથી અંતર જાળવ્યું હતું. હવે સિદ્ધારમૈયા સરકારના આ સત્યના અરીસાએ કોંગ્રેસને રક્ષણાત્મક સ્થિતિમાં લાવી દીધી છે, જે આગામી ચૂંટણીઓમાં ભાજપ માટે એક મોટું હથિયાર સાબિત થઈ શકે છે. (રર.૧૫)
(2:59 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
