<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 2nd January 2026

રેલવન (RailOne) એપથી અનારક્ષિત ટિકિટ બુકિંગ પર મુસાફરોને મળશે 3%નો સીધો લાભ

ડિજિટલ પેમેન્‍ટને પ્રોત્‍સાહન આપવાની દિશામાં રેલવે બોર્ડની મહત્‍વપૂર્ણ પહેલ

રાજકોટ, તા.ર : રેલ મુસાફરોને ડિજિટલ પેમેન્‍ટ દ્વારા અનારક્ષિત (Unreserved) ટિકિટ બુકિંગ માટે પ્રોત્‍સાહિત કરવાના ઉદ્દેશ્‍ય સાથે રેલવે બોર્ડ દ્વારા રેલવન (RailOne) એપ પર ટિકિટ બુકિંગ પર ૩ ટકા લાભ આપવાનો મહત્‍વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્‍યો છે.

વર્તમાનમાં રેલવન એપ પર આર-વોલેટ (R-Wallet) દ્વારા અનારક્ષિત ટિકિટ બુક કરવા પર મુસાફરોને ૩ ટકા બોનસ કેશબેકની સુવિધા આપવામાં આવી રહી છે. આ સુવિધાને વધુ વ્‍યાપક બનાવતા રેલવે બોર્ડે નિર્ણય લીધો છે કે હવે આર-વોલેટ સિવાયના તમામ ડિજિટલ પેમેન્‍ટ માધ્‍યમોラજેમ કે UPI, ડેબિટ/ક્રેડિટ કાર્ડ વગેરેラદ્વારા રેલવન એપ પર ટિકિટ બુક કરવા પર મુસાફરોને ટિકિટના મૂલ્‍ય પર ૩ ટકાનું ડિસ્‍કાઉન્‍ટ (છૂટ) આપવામાં આવશે. જો કે, આર-વોલેટ દ્વારા ટિકિટ બુકિંગની સ્‍થિતિમાં પહેલાની જેમ જ ૩ ટકા બોનસ કેશબેકની સુવિધા ચાલુ રહેશે.

રેલવે બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવેલી આ ૩ ટકા ડિસ્‍કાઉન્‍ટ/લાભ યોજના ૧૪ જાન્‍યુઆરી ૨૦૨૬ થી ૧૪ જુલાઈ ૨૦૨૬ સુધી અમલમાં રહેશે. આ સમયગાળા દરમિયાન યોજનાના પ્રભાવનું પ્રતિસાદ (ફીડબેક) ના આધારે મૂલ્‍યાંકન કરવામાં આવશે અને ત્‍યારબાદ આગળની કાર્યવાહી અંગે નિર્ણય લેવામાં આવશે.

રેલવે બોર્ડની આ પહેલ મુસાફરોને ડિજિટલ પેમેન્‍ટ અપનાવવા માટે પ્રોત્‍સાહિત કરશે અને અનારક્ષિત ટિકિટ બુકિંગની પ્રક્રિયાને વધુ સરળ, ઝડપી, સુવિધાજનક અને પારદર્શક બનાવશે. ડિજિટલ માધ્‍યમોથી ટિકિટ બુક કરવા પર મુસાફરોને માત્ર સમયની બચત જ નહીં થાય, પરંતુ તેમને પ્રત્‍યક્ષ આર્થિક લાભ પણ મળશે.

(3:29 PM IST)