News of Friday, 2nd January 2026
રાજકોટ માટે જાન્યુઆરી ભરચક્ક : નરેન્દ્રભાઈ મોદી- મોહન
ભાગવતજી- ભારતીય અને ન્યુઝીલેન્ડ ક્રિકેટ ટીમ બનશે મહેમાન : વડપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ૧૧મીએ વાઈબ્રન્ટ ગુજરાતમાં ઉપસ્થિત રહેશેઃ રોડ શો યોજાશેઃ સંઘના વડા ડો.મોહન ભાગવત ૧૯ અને ૨૦ મીએ સંઘ શતાબ્દી વર્ષના વિવિધ કાર્યક્રમોમાં આપશે હાજરીઃ ૧૪મી જાન્યુઆરીએ ૨૭ વર્ષ પછી ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે રાજકોટમાં વનડે મેચઃ શહેરીજનોમાં અનેરો ઉત્સાહ

રાજકોટ,તા.૨: શહેરીજનો માટે જાન્યુઆરી મહિનો ખરેખર ઉત્સાહ , ભરચકક અને મહત્વની ઘટનાઓથી ભરેલો રહેવાનો છે. વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદી તથા સંઘના વડા ડો.મોહન ભાગવતજીની મુલાકાતથી લઈને આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચ સુધીના કાર્યક્રમો રાજકોટના આંગણે યોજાશે.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો રોડ શો અને વાઈબ્રન્ટ સમિટ
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ૧૧ જાન્યુઆરીએ રાજકોટની મુલાકાતે આવશે. તેઓ મારવાડી યુનિવર્સિટી ખાતે ‘‘સૌરાષ્ટ્ર-કચ્છ રિજનલ વાઈબ્રન્ટ સમિટ''નું ઉદઘાટન કરશે. વડાપ્રધાનના સ્વાગત માટે જૂના એરપોર્ટથી રેસકોર્સ સુધી ભવ્ય રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે. આ સમિટમાં વિદેશી પ્રતિનિધિઓ અને ઉદ્યોગપતિઓ પણ ભાગ લેશે.
ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે વનડે મેચ
ક્રિકેટ પ્રેમીઓ માટે પણ આ જાન્યુઆરી યાદગાર બની રહેશે કેમ કે ૧૪ જાન્યુઆરી (મકરસંક્રાંતિના દિવસે) રાજકોટના નિરંજન શાહ સ્ટેડિયમ (ખંઢેરી) ખાતે ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે બીજી વનડે મેચ રમાશે. લગભગ ૨૭ વર્ષ પછી આ બંને ટીમો વચ્ચે રાજકોટમાં વનડે મેચ યોજાઈ રહી હોવાથી શહેરમાં અનેરો ક્રેઝ જોવા મળી રહ્યો છે.
RSS વડા મોહન ભાગવતજીની મુલાકાત
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) ના સરસંઘચાલક ડો. મોહન ભાગવતજી પણ રાજકોટના મહેમાન બનશે. તેઓ ૧૯ અને ૨૦ જાન્યુઆરીના સંઘના શતાબ્દી વર્ષ (૧૦૦ વર્ષ) નિમિત્તે યોજાનારા વિવિધ કાર્યક્રમોમાં તેઓ ઉપસ્થિત રહી અને સ્વયંસેવકો અને સમાજના વિવિધ ક્ષેત્રોના શ્રેષ્ઠીઓને માર્ગદર્શન આપશે
(3:40 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
