News of Friday, 2nd January 2026
સરહદો પર બાજ નજર રાખવા ઈસરોનું મિશન: આગામી ત્રણ વર્ષમાં ૧૫૦ જેટલા ઉપગ્રહો અવકાશમાં તરતા મુકાશે
ભારતની સરહદો પર સતત નજર રાખવા અને ગુપ્તચર માહિતી એકત્ર કરવા માટે અવકાશમાં ઉપગ્રહોનું મજબૂત નેટવર્ક ઊભું કરવામાં આવશે.

નવી દિલ્હી :દેશની સુરક્ષા વ્યવસ્થાને મજબૂત કરવા માટે ઈસરોએ આગામી ત્રણ વર્ષમાં ૧૦૦ થી ૧૫૦ જેટલા નવા ઉપગ્રહો લોન્ચ કરવાની યોજના બનાવી છે, તેમ ઈસરો ચીફે જણાવ્યું હતું.
ભારતીય અવકાશ સંશોધન સંસ્થા (ઈસરો) હવે દેશની સરહદી સુરક્ષામાં મહત્વની ભૂમિકા ભજવવા જઈ રહી છે. ઈસરોના અધ્યક્ષે એક મહત્વપૂર્ણ જાહેરાત કરતા જણાવ્યું હતું કે, ભારતની સરહદો પર સતત નજર રાખવા અને ગુપ્તચર માહિતી એકત્ર કરવા માટે અવકાશમાં ઉપગ્રહોનું મજબૂત નેટવર્ક ઊભું કરવામાં આવશે.
આ યોજના અંતર્ગત આગામી ત્રણ વર્ષના ટૂંકા ગાળામાં ૧૦૦ થી ૧૫૦ જેટલા આધુનિક ઉપગ્રહો લોન્ચ કરવામાં આવશે. આ સેટેલાઇટ્સ હાઈ-રિઝોલ્યુશન કેમેરા અને સેન્સર્સથી સજ્જ હશે, જે દિવસ-રાત દુશ્મનોની હિલચાલ પર નજર રાખી શકશે.
આ પ્રોજેક્ટથી સેનાને રિયલ-ટાઈમ ડેટા મળશે, જેનાથી ઘૂસણખોરી રોકવામાં અને સર્જિકલ સ્ટ્રાઈક જેવા ઓપરેશનમાં મોટી મદદ મળશે. આ ઉપરાંત, આ ઉપગ્રહો 5G કનેક્ટિવિટી અને ડિઝાસ્ટર મેનેજમેન્ટમાં પણ ઉપયોગી થશે.
(7:43 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
