News of Friday, 2nd January 2026
દેશમાં ઈલેક્ટ્રોનિક્સ ઉદ્યોગને વેગ: ૪૧,૮૬૩ કરોડના રોકાણ સાથેની ૨૨ દરખાસ્તોને સરકારની મંજૂરી
આ પ્રોજેક્ટ્સ કાર્યરત થયા બાદ તેમાંથી અંદાજે ૨.૫૮ લાખ કરોડ રૂપિયાનું ઉત્પાદન થવાની શક્યતા

નવી દિલ્હી : ભારત સરકારે ઈલેક્ટ્રોનિક્સ કમ્પોનન્ટ પીએલઆઈ સ્કીમ હેઠળ ૨૨ રોકાણ દરખાસ્તોને મંજૂરી આપી છે, જેનાથી દેશમાં હજારો કરોડનું ઉત્પાદન થશે.
‘મેક ઈન ઈન્ડિયા’ અને ‘આત્મનિર્ભર ભારત’ અભિયાનને વેગ આપતા કેન્દ્ર સરકારે ઈલેક્ટ્રોનિક્સ ક્ષેત્રે એક મોટું પગલું ભર્યું છે. સરકારે ઈલેક્ટ્રોનિક્સ કમ્પોનન્ટ પ્રોડક્શન લિંક્ડ ઈન્સેન્ટિવ (પીએલઆઇ) સ્કીમ હેઠળ કુલ ૨૨ નવી રોકાણ દરખાસ્તોને મંજૂરી આપી છે.
સત્તાવાર માહિતી મુજબ, આ મંજૂર થયેલા પ્રોજેક્ટ્સ દ્વારા દેશમાં અંદાજે ૪૧,૮૬૩ કરોડ રૂપિયાનું જંગી રોકાણ આવશે. એટલું જ નહીં, આ પ્રોજેક્ટ્સ કાર્યરત થયા બાદ તેમાંથી અંદાજે ૨.૫૮ લાખ કરોડ રૂપિયાનું ઉત્પાદન થવાની શક્યતા છે.
આ નિર્ણયથી મોબાઈલ, લેપટોપ અને અન્ય ઈલેક્ટ્રોનિક ઉપકરણોના સ્પેરપાર્ટ્સનું ઉત્પાદન ભારતમાં જ થશે, જેથી ચીન સહિતના દેશો પરની નિર્ભરતા ઘટશે અને દેશમાં લાખો રોજગારીની તકો ઉભી થશે.
(7:47 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
