તા. ૫ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૧૩ શુક્રવાર
News of Friday, 2nd January 2026
મુકેશ અંબાણીએ નીતા અંબાણી અને અનંત અંબાણી સાથે સોમનાથ મંદિરમાં પૂજા-અર્ચના કરી: 5 કરોડ રૂપિયાના શિવાર્પણ’ કરવાની જાહેરાત :જુઓ વિડિઓ
અંબાણી પરિવારે ગર્ભગૃહમાં શાસ્ત્રોક્ત વિધિ-વિધાન સાથે મહાદેવનો જળાભિષેક કર્યો અને વિશેષ પૂજા-અર્ચના કરી વિશ્વ કલ્યાણની પ્રાર્થના કરી

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ સપરિવાર પ્રથમ જ્યોતિર્લિંગ એવા ભગવાન સોમનાથ મહાદેવના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા. દર વર્ષની જેમ આ વખતે પણ અંબાણી પરિવારે પોતાની
મુકેશ અંબાણીની સાથે તેમના પત્ની અને રિલાયન્સ ફાઉન્ડેશનના ચેરપર્સન નીતા અંબાણી, પુત્ર અનંત અંબાણી અને પરિવારના અન્ય સભ્યો તેમજ મુંબઈથી આવેલા ખાસ મહેમાનો જોડાયા હતા. અંબાણી પરિવારે ગર્ભગૃહમાં શાસ્ત્રોક્ત વિધિ-વિધાન સાથે મહાદેવનો જળાભિષેક કર્યો હતો અને વિશેષ પૂજા-અર્ચના કરી વિશ્વ કલ્યાણની પ્રાર્થના કરી હતી.
મંદિર પરિસરમાંથી બહાર નીકળતી વખતે મુકેશ અંબાણી અને નીતા અંબાણીએ અત્યંત સાદગીપૂર્વક ત્યાં હાજર ભક્તો અને મીડિયા સામે હાથ જોડીને ‘જય સોમનાથ.. હર હર મહાદેવ’ના નાદ સાથે સૌનું અભિવાદન ઝીલ્યું હતું.
અંબાણી પરિવાર ખાસ હેલિકોપ્ટર દ્વારા સોમનાથના હેલિપેડ પર ઉતરાણ કર્યું હતું. ત્યાંથી ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત વચ્ચે તેઓ સીધા મંદિર પહોંચ્યા હતા. સોમનાથ મંદિર પહોંચતા જ ટ્રસ્ટના ઇન્ચાર્જ જનરલ મેનેજર પરેશ ચાવડા અને અન્ય ઉચ્ચ અધિકારીઓએ પુષ્પગુચ્છ અને સ્મૃતિ ચિન્હ અર્પણ કરી અંબાણી પરિવારનું ભાવભીનું સ્વાગત કર્યું હતું.
(9:38 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
