હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ડિજિટલ દુનિયામાં બાળકોની સુરક્ષાને લઈને એક મોટો અને ઐતિહાસિક નિર્ણય: ફ્રાન્સમાં સપ્ટેમ્બરથી ૧૫ વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે સોશિયલ મીડિયા પર પ્રતિબંધ મુકાશે
રાષ્ટ્રપતિ મેક્રોનનો આકરો નિર્ણય: સોશિયલ મીડિયા યુવાનોમાં હિંસા ભડકાવી રહ્યું છે

ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોને જાહેરાત કરી છે કે સપ્ટેમ્બર મહિનાથી ૧૫ વર્ષથી નાના બાળકો માટે સોશિયલ મીડિયાના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવામાં આવશે. સોશિયલ મીડિયા યુવાનોમાં હિંસા ભડકાવી રહ્યું હોવાના કારણે આ પગલું લેવામાં આવ્યું છે.
ફ્રાન્સ સરકાર દ્વારા ડિજિટલ દુનિયામાં બાળકોની સુરક્ષાને લઈને એક મોટો અને ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે. રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોને સ્પષ્ટતા કરી છે કે આગામી સપ્ટેમ્બર મહિનાથી દેશમાં ૧૫ વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પ્રતિબંધ મૂકવાની યોજના અમલમાં આવશે.
રાષ્ટ્રપતિએ ચિંતા વ્યક્ત કરી હતી કે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ યુવા પેઢીમાં હિંસા અને નફરત ફેલાવવાનું કામ કરી રહ્યા છે, જે સમાજ માટે જોખમી સાબિત થઈ રહ્યું છે. આ નવા નિયમ મુજબ, ૧૫ વર્ષથી નાની વયના કિશોરોએ સોશિયલ મીડિયાનો ઉપયોગ કરવા માટે માતા-પિતાની મંજૂરી લેવી ફરજિયાત બનશે. જે સોશિયલ મીડિયા કંપનીઓ આ નિયમોનું પાલન નહીં કરે તેમના પર ભારે દંડ ફટકારવાની પણ જોગવાઈ કરવામાં આવી છે. આ પગલાનો મુખ્ય ઉદ્દેશ્ય બાળકોના માનસિક સ્વાસ્થ્યનું રક્ષણ કરવાનો અને ઓનલાઇન થતી પજવણી અટકાવવાનો છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
