<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 2nd January 2026

તમિલનાડુ અને કેરળ સહિત ૬ રાજ્યોમાં પહેલા ધોરણમાં પ્રવેશ માટે ૬ વર્ષની વય મર્યાદાનો અમલ હજુ બાકી

હજુ પણ પાંચ વર્ષ કે સાડા પાંચ વર્ષે બાળકોને પહેલા ધોરણમાં પ્રવેશ આપવામાં આવી રહ્યો છે: કેન્દ્રની નીતિથી સંપૂર્ણપણે વિપરીત

કેન્દ્ર સરકારના આદેશ છતાં, તમિલનાડુ અને કેરળ સહિતના ૬ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોએ હજુ સુધી પહેલા ધોરણમાં પ્રવેશ માટે બાળકની લઘુત્તમ ઉંમર ૬ વર્ષ ફરજિયાત કરી નથી.
નવી શિક્ષણ નીતિ (એનઈપી) ૨૦૨૦ અંતર્ગત કેન્દ્ર સરકારે દેશભરમાં ધોરણ ૧ માં પ્રવેશ મેળવવા માટે બાળકની લઘુત્તમ ઉંમર ૬ વર્ષ હોવી જોઈએ તેવો નિયમ બનાવ્યો છે. જોકે, પ્રાપ્ત વિગતો મુજબ તમિલનાડુ, કેરળ, તેલંગાણા, ગોવા, ઝારખંડ અને લદ્દાખ જેવા ૬ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોએ હજુ સુધી આ નિયમનો અમલ શરૂ કર્યો નથી.
શિક્ષણ મંત્રાલયે વારંવાર રાજ્યોને પત્ર લખીને આ નિયમનું પાલન કરવા વિનંતી કરી છે, જેથી સમગ્ર દેશમાં શિક્ષણ વ્યવસ્થામાં સમાનતા જળવાઈ રહે. આ રાજ્યોમાં હજુ પણ પાંચ વર્ષ કે સાડા પાંચ વર્ષે બાળકોને પહેલા ધોરણમાં પ્રવેશ આપવામાં આવી રહ્યો છે, જે કેન્દ્રની નીતિથી વિપરીત છે. આગામી શૈક્ષણિક સત્રથી આ નિયમનું ચુસ્ત પાલન થાય તે માટે કેન્દ્ર સરકાર પ્રયત્નશીલ છે.

(11:03 PM IST)