<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 2nd January 2026

૬૦૦ રૂપિયામાં મોઢું નાખવાનું ઇન્કમટેક્સ કર્મચારીને ભારે પડી ગયું: પટના હાઈકોર્ટે ૧ વર્ષની જેલની સજા ફટકારી

કોર્ટે સ્પષ્ટ કહ્યું હતું કે લાંચની રકમ નાની હોય કે મોટી, ભ્રષ્ટાચાર એ ભ્રષ્ટાચાર છે

રૂપિયા ૫,૮૨૬ ના ટેક્સ રિફંડ માટે માત્ર ૬૦૦ રૂપિયાની લાંચ લેતા ઝડપાયેલા આવકવેરા વિભાગના કર્મચારીને સીબીઆઈએ પકડ્યા બાદ પટના હાઈકોર્ટે તેને ૧ વર્ષની જેલની સજા ફટકારી છે.
ભ્રષ્ટાચાર વિરુદ્ધ કડક સંદેશ આપતા એક ચુકાદામાં પટના હાઈકોર્ટે આવકવેરા વિભાગના એક કર્મચારીને જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે. આ કેસની વિગત એવી છે કે એક કરદાતાનું રૂપિયા ૫,૮૨૬ નું ટેક્સ રિફંડ મંજૂર કરવા માટે આ કર્મચારીએ રૂપિયા ૬૦૦ ની લાંચ માંગી હતી.
સીબીઆઈ (સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન) એ છટકું ગોઠવીને આ કર્મચારીને રંગેહાથ લાંચ લેતા ઝડપી લીધો હતો. આ કેસ કોર્ટમાં ચાલ્યો હતો અને પુરાવાઓને આધારે આરોપી દોષિત સાબિત થયો હતો. 
કોર્ટે સ્પષ્ટ કર્યું હતું કે લાંચની રકમ નાની હોય કે મોટી, ભ્રષ્ટાચાર એ ભ્રષ્ટાચાર છે. કોર્ટે આરોપીને તાત્કાલિક શરણાગતિ સ્વીકારીને ૧ વર્ષની જેલની સજા ભોગવવા આદેશ કર્યો છે.

 

(11:10 PM IST)