<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 2nd January 2026

ઓલા ઇલેક્ટ્રિકના શેરમાં આજે ૯ ટકા જેટલો જંગી ઉછાળો નોંધાયો, પિઝા હટ અને કેએફસી વચ્ચે મોટા મર્જરની તૈયારી

કંપનીના વાહનોની માંગમાં થયેલો વધારો અને નવા મોડલ્સનું લોન્ચિંગ રોકાણકારોનો ભરોસો જીતવામાં સફળ રહ્યું: શેરનો ભાવ ઇન્ટ્રા-ડે હાઈ પર પહોંચી ગયો’તો

બિઝનેસ સ્ટાન્ડર્ડના અહેવાલ અનુસાર, આજે ઓલા ઇલેક્ટ્રિકના શેરમાં રોકાણકારોએ ભારે લેવાલી દર્શાવી હતી. ડિસેમ્બર ૨૦૨૫ ના વેચાણના આંકડા ઉત્સાહજનક આવતા અને બજાર હિસ્સો વધીને ૯.૩ ટકા થતા કંપનીના શેરમાં આજે ૯ ટકા જેટલો જંગી ઉછાળો નોંધાયો હતો. નિષ્ણાતોના મતે કંપનીના વાહનોની માંગમાં થયેલો વધારો અને નવા મોડલ્સનું લોન્ચિંગ રોકાણકારોનો ભરોસો જીતવામાં સફળ રહ્યું છે. શેરનો ભાવ ઇન્ટ્રા-ડે હાઈ પર પહોંચી ગયો હતો.

 

બીજા એક મોટા કોર્પોરેટ સમાચારમાં, ફૂડ ચેઈન જાયન્ટ્સ દેવયાની ઈન્ટરનેશનલ અને સેફાયર ફૂડ્સ વચ્ચેના મર્જરની ચર્ચાએ જોર પકડ્યું છે. આ મર્જર ૧ એપ્રિલથી અમલી બનશે તેવી શક્યતા છે. આ ડીલ હેઠળ સેફાયર ફૂડ્સના શેરધારકોને દરેક ૧૦૦ શેરના બદલામાં દેવયાની ઈન્ટરનેશનલના ૧૭૭ શેર મળશે. 

 

આ મર્જરથી પિઝા હટ અને કેએફસી જેવી બ્રાન્ડ્સનું સંચાલન એક જ છત્ર હેઠળ આવશે. 

 

આ ઉપરાંત, એફએમસીજી કંપની મેરિકોએ તેના ત્રીજા ક્વાર્ટરના અપડેટમાં જણાવ્યું છે કે ગ્રામીણ માંગમાં સુધારો થવાથી કંપનીના વોલ્યુમમાં "હાઈ સિંગલ ડિજિટ" (ઉચ્ચ એક અંક) વૃદ્ધિ જોવા મળી છે. 

 

વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો (એફપીઆઈ) એ પણ ભારતીય ડેટ માર્કેટ (બોન્ડ માર્કેટ) માં રસ દાખવ્યો છે અને ગઈકાલે એક જ દિવસમાં ૭,૫૨૪ કરોડ રૂપિયાની વિક્રમી ખરીદી કરી છે, જે છેલ્લા ૭ મહિનામાં સૌથી વધુ છે.

(11:21 PM IST)