હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
એસ. જયશંકરે બાંગ્લાદેશ મુલાકાત દરમિયાન પાકિસ્તાનનું નામ લીધા વિના આકરો પ્રહાર કર્યો: ઢાકામાં યોજાયેલા એક કાર્યક્રમમાં તેમણે કહ્યું કે, ઇતિહાસ બદલી શકાય છે પરંતુ ભૂગોળ બદલી શકાતી નથી
ભારત અને પાકિસ્તાન વચ્ચે સરહદે ચાલી રહેલા તણાવની સ્થિતિ વચ્ચે બંને દેશો તરફથી સામસામે નિવેદનબાજી અને લશ્કરી ગતિવિધિઓ સતત ચાલુ: પાકિસ્તાની સેના અને નૌકાદળ દ્વારા ઉત્તર અરબી સમુદ્રમાં 'ઓપરેશન બુનિયાન-ઉમ-મરસૂસ' હાથ ધરાયું

ભારત અને પાકિસ્તાન વચ્ચે સરહદે ચાલી રહેલા તણાવની સ્થિતિ વચ્ચે બંને દેશો તરફથી સામસામે નિવેદનબાજી અને લશ્કરી ગતિવિધિઓના અહેવાલો સામે આવ્યા છે. પાકિસ્તાની સેના અને નૌકાદળ દ્વારા ઉત્તર અરબી સમુદ્રમાં હાથ ધરવામાં આવેલા 'ઓપરેશન બુનિયાન-ઉમ-મરસૂસ'ની સફળતાના દાવા કરવામાં આવી રહ્યા છે.
પાકિસ્તાન નેવીના વડા એડમિરલ નવીદ અશરફે કરાચીમાં યોજાયેલી એક ઉચ્ચ સ્તરીય બેઠકમાં આ ઓપરેશનની સમીક્ષા કરી હતી. પાકિસ્તાની મીડિયા રિપોર્ટ્સ મુજબ, આ ઓપરેશન દરમિયાન પાકિસ્તાની નૌકાદળના જહાજો, સબમરીન અને એરક્રાફ્ટે તેમની ઓપરેશનલ સજ્જતાનું પ્રદર્શન કર્યું હતું. નેવી ચીફે ખાસ કરીને તેમના 'સાયબર વોરિયર્સ'ની પ્રશંસા કરી હતી, જે સૂચવે છે કે આ ઓપરેશનમાં પરંપરાગત યુદ્ધની સાથે આધુનિક સાયબર વોરફેરનો પણ મોટો હિસ્સો હતો.
'ઓપરેશન બુનિયાન-ઉમ-મરસૂસ' અંગે વિશેષ વિગત એવી છે કે, આ શબ્દસમૂહ અરબી ભાષાનો છે અને તેનો સંદર્ભ ઇસ્લામિક ધાર્મિક ગ્રંથ કુરાનની સુરા અસ-સફમાંથી લેવામાં આવ્યો છે. જેનો શાબ્દિક અર્થ 'સીસા વડે ચણીને તૈયાર કરવામાં આવેલી મજબૂત દીવાલ' અથવા 'અડીખમ ઈમારત' થાય છે. લશ્કરી પરિભાષામાં તેનો અર્થ એવો કરવામાં આવે છે કે સૈનિકો યુદ્ધના મેદાનમાં એક એવી મજબૂત દીવાલની માફક ઊભા રહે છે જેને ભેદવી દુશ્મન માટે અશક્ય હોય. પાકિસ્તાને આ નામ દ્વારા પોતાની રક્ષાત્મક મજબૂતી દર્શાવવાનો પ્રયાસ કર્યો છે.
બીજી તરફ, ભારતીય વિદેશ મંત્રી એસ. જયશંકરે તેમની તાજેતરની બાંગ્લાદેશ મુલાકાત દરમિયાન પાકિસ્તાનનું નામ લીધા વિના આકરો પ્રહાર કર્યો હતો. ઢાકામાં યોજાયેલા એક કાર્યક્રમમાં તેમણે કહ્યું હતું કે, ઇતિહાસ બદલી શકાય છે પરંતુ ભૂગોળ બદલી શકાતી નથી. તેમણે સૂચક નિવેદન આપતા કહ્યું હતું કે, દરેક દેશને સારા અને ખરાબ પડોશીઓ મળે છે, પરંતુ પડોશીઓ સાથેના સંબંધોમાં પરસ્પર સન્માન અને હિતોનું રક્ષણ જરૂરી છે. રાજદ્વારી નિષ્ણાતોના મતે જયશંકરનો આ ઈશારો સ્પષ્ટપણે પાકિસ્તાન તરફ હતો, જે સરહદ પારથી આતંકવાદ અને અસ્થિરતા ફેલાવવાનું કામ કરે છે.
વર્તમાન સમયમાં એલ.ઓ.સી. (લાઈન ઓફ કંટ્રોલ) પર પણ બંને દેશોના સૈન્ય વચ્ચે ભારે તણાવ પ્રવર્તી રહ્યો છે. પાકિસ્તાન દ્વારા કરવામાં આવતા ઓપરેશનલ દાવાઓને ભારતીય સંરક્ષણ નિષ્ણાતો પાકિસ્તાનની આંતરિક રાજકીય અસ્થિરતા પરથી લોકોનું ધ્યાન હટાવવાનો પ્રયાસ ગણાવી રહ્યા છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
