હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ઈરાનમાં શાસન પતનની તૈયારી? સેન્ટ્રલ બેંકનો ‘ટોપ સિક્રેટ’ પત્ર લીક થતાં વૈશ્વિક ખળભળાટ: તમામ ઈરાની બેંકોને ‘ઈમરજન્સી મોડ’માં આવવા આદેશ, દેશવ્યાપી બ્લેકઆઉટ અને અશાંતિની ભીતિ
શું ઈરાનનું અર્થતંત્ર તૂટી પડ્યું છે? ૨૯મી ડિસેમ્બરના ગુપ્ત પત્રમાં ભયાનક ચેતવણી: જનતાના વિદ્રોહ વચ્ચે બેંકોને ડેટા બચાવવા તાકીદ: ‘સિસ્ટમ કોલેપ્સ’નો ભય: ઈરાન સરકારે નાણાકીય કટોકટી જાહેર કરી? ઈન્ટરનેટ બંધ અને સાયબર હુમલા સામે તૈયાર રહેવા આદેશ

તેહરાન/લંડન: મધ્ય પૂર્વના દેશ ઈરાનમાં વર્તમાન શાસન સામે ચાલી રહેલા ભયાનક લોક વિરોધ અને આર્થિક પ્રતિબંધો વચ્ચે એક અત્યંત ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે.
સોશિયલ મીડિયા અને આંતરરાષ્ટ્રીય નિરીક્ષકોના દાવા મુજબ, ઈરાનની સેન્ટ્રલ બેંકનો ૨૯ ડિસેમ્બરનો એક ‘અત્યંત ગુપ્ત’ (કોન્ફિડેન્શિયલ) પત્ર લીક થયો છે, જે દર્શાવે છે કે ઈરાન સરકાર કોઈ મોટી હોનારત કે શાસન પતનની સ્થિતિ માટે તૈયારી કરી રહી હતી. આ પત્રમાં દેશની તમામ બેંકોને તાત્કાલિક ધોરણે કટોકટીની સ્થિતિ માટે તૈયાર રહેવા આદેશ આપવામાં આવ્યો છે.
૨૯ ડિસેમ્બરનો ‘ડેન્જર’ લેટર
અહેવાલો મુજબ, આ પત્ર ૨૯ ડિસેમ્બર ૨૦૨૫ના રોજ ઈરાનની સેન્ટ્રલ બેંક દ્વારા જારી કરવામાં આવ્યો છે. જેમાં સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું છે કે દેશની નાણાકીય સંસ્થાઓ, પેમેન્ટ નેટવર્ક અને કાર્ડ સિસ્ટમને સંભવિત ખતરાઓ સામે રક્ષણ આપવા માટે ‘ઈમરજન્સી પ્રોટોકોલ’ સક્રિય કરવામાં આવે. વિશ્લેષકો આ પત્રને માત્ર સામાન્ય સુરક્ષા કવાયત નથી ગણાવી રહ્યા, પરંતુ તેને ‘નાણાકીય માર્શલ લો’ (ફીનાંશિયલ માર્શલ લો) તરીકે જોઈ રહ્યા છે.
બેંકોને શું આદેશ અપાયા?
લીક થયેલા દસ્તાવેજમાં બેંકોને સ્પષ્ટ સૂચનાઓ આપવામાં આવી છે કે તેઓ નીચે મુજબની તૈયારીઓ તાત્કાલિક શરૂ કરે:
૧. દેશવ્યાપી બ્લેકઆઉટ (વીજળી ગુલ થવી) અને માળખાગત સુવિધાઓ તૂટી પડે તેવી સ્થિતિ માટે તૈયાર રહેવું.
૨. બેંકના મહત્વના ડેટા અને નાણાકીય રેકોર્ડને તાત્કાલિક સુરક્ષિત સ્થળે ખસેડવા અથવા તેનો બેકઅપ લેવો.
૩. જો મુખ્ય સિસ્ટમ્સ બંધ થાય તો નાણાકીય વ્યવહારો ચાલુ રાખવા માટે વૈકલ્પિક વ્યવસ્થા ઉભી કરવી.
૪. મોટા પાયે સાયબર હુમલા અને તોડફોડ સામે રક્ષણાત્મક પગલાં લેવા.
શાસન ગુમાવી રહ્યું છે કાબૂ?
આ પત્રની ભાષા અને તેમાં દર્શાવેલી ચિંતાઓ પરથી નિષ્ણાતો અનુમાન લગાવી રહ્યા છે કે ઈરાનની સરકારને હવે ડર છે કે તેઓ દેશ પરનો કાબૂ ગુમાવી શકે છે.
સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વિશ્લેષણ મુજબ, આ દસ્તાવેજ એ વાતની લેખિત કબૂલાત છે કે શાસન હવે ‘જો’ કટોકટી આવશે તો શું કરવું તેના બદલે ‘જ્યારે’ કટોકટી આવશે ત્યારે શું કરવું તેની તૈયારી કરી રહ્યું છે. દેશમાં મોટા પાયે નાગરિક વિદ્રોહ અને અરાજકતા ફેલાવાની ભીતિ સેવાઈ રહી હતી જે સાચી પડી છે.
આંતરરાષ્ટ્રીય પ્રતિક્રિયા
આ લીક થયેલા દસ્તાવેજે પશ્ચિમી દેશો અને આર્થિક જગતમાં ચિંતા જગાવી છે. જો ઈરાનનું બેંકિંગ સેક્ટર તૂટી પડશે તો તેની અસર માત્ર ઈરાન પૂરતી સીમિત નહીં રહે. હાલમાં આ સમાચાર સોશિયલ મીડિયા પર આગની જેમ ફેલાઈ રહ્યા છે અને ઈરાનના નાગરિકોમાં પણ ભયનો માહોલ ઉભો થયો છે. જોકે, ઈરાન સરકારે હજુ સુધી આ લીક થયેલા પત્ર અંગે કોઈ સત્તાવાર સ્પષ્ટતા કરી નથી.
(નોંધ: આ અહેવાલ સોશિયલ મીડિયા પર લીક થયેલા દસ્તાવેજો અને આંતરરાષ્ટ્રીય નિરીક્ષકોના અહેવાલો પર આધારિત છે.)
ઈરાનના ‘લીક’ થયેલા પત્રમાં શું છે?
*પત્રની તારીખ: ૨૯ ડિસેમ્બર ૨૦૨૫ (ઈરાની કેલેન્ડર મુજબ ૮ ડૅય ૧૪૦૪) * ઈરાનની સેન્ટ્રલ બેંક દ્વારા તમામ મુખ્ય બેંકોને પત્ર પાઠવાયો * મુખ્ય આદેશ: તાત્કાલિક અસરથી ‘ઈમરજન્સી ઓપરેશનલ મોડ’ લાગુ કરવો * ભયના કારણો: દેશવ્યાપી અશાંતિ, તોડફોડ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું પતન * તૈયારીઓ: ઈન્ટરનેટ બ્લેકઆઉટ અને પાવર કટ માટે તૈયાર રહેવું, નાણાકીય ડેટાને સુરક્ષિત સ્થળે ખસેડવો*









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
