<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 3rd January 2026

નેપાળમાં મોટી વિમાન દુર્ઘટના ટળી: રન-વે પરથી વિમાન લપસીને ૨૦૦ મીટર દૂર ઘાસમાં ફસાયું

નેપાળના ભદ્રપુર એરપોર્ટ પર બુદ્ધ એરનું વિમાન લેન્ડિંગ સમયે રન-વે પરથી લપસી જતાં મોટી હોનારત સર્જાતા રહી ગઈ હતી. વિમાનમાં સવાર તમામ ૫૧ મુસાફરો અને ૪ ક્રૂ મેમ્બર્સનો ચમત્કારિક બચાવ થયો છે.

 

પાડોશી દેશ નેપાળમાં શુક્રવારે સાંજે એક મોટી હવાઈ દુર્ઘટના સહેજમાં ટળી ગઈ હતી. પ્રાપ્ત વિગતો મુજબ, નેપાળના ભદ્રપુર એરપોર્ટ પર બુદ્ધ એરનું એક પેસેન્જર વિમાન લેન્ડિંગ કરી રહ્યું હતું ત્યારે અચાનક રન-વે પરથી લપસી ગયું હતું. નિયંત્રણ ગુમાવ્યા બાદ વિમાન રન-વેથી લગભગ ૨૦૦ મીટર દૂર ઘાસવાળા વિસ્તારમાં ઘસડાઈને અટકી ગયું હતું.

 

સૌથી રાહતની વાત એ છે કે આ ઘટનામાં વિમાનમાં સવાર તમામ ૫૧ મુસાફરો અને ૪ ક્રૂ મેમ્બર્સ સંપૂર્ણપણે સુરક્ષિત છે. સ્થાનિક અહેવાલો અનુસાર, ઘટનાસ્થળની તદ્દન નજીકમાં એક નદી આવેલી હતી. જો વિમાન સમયસર ન અટક્યું હોત અને નદીમાં ખાબક્યું હોત તો મોટી જાનહાનિ સર્જાઈ શકી હોત. એરપોર્ટ ઓથોરિટી દ્વારા આ ઘટનાની તપાસના આદેશ આપવામાં આવ્યા છે.

(9:58 AM IST)