News of Saturday, 3rd January 2026
લશ્કરી તણાવ દૂર કરવામાં ચીને મધ્યસ્થી કરી હતી: ભારત-પાકિસ્તાન સંઘર્ષમાં ચીનની ભૂમિકા અંગે પાકિસ્તાનનો મોટો દાવો

પાકિસ્તાને સત્તાવાર રીતે દાવો કર્યો છે કે મે ૨૦૨૫માં ભારત અને પાકિસ્તાન વચ્ચેના લશ્કરી તણાવમાં ચીને મધ્યસ્થી કરી હતી. પાક વિદેશ મંત્રાલયે જણાવ્યું કે ચીને બંને દેશોના નેતૃત્વ સાથે સતત સંપર્ક જાળવી રાખ્યો હતો.
ભારત અને પાકિસ્તાન વચ્ચે મે ૨૦૨૫માં સર્જાયેલા લશ્કરી તણાવને લઈને એક નવો રાજદ્વારી વળાંક આવ્યો છે. ઇતિહાસમાં પહેલીવાર પાકિસ્તાને જાહેરમાં ચીનના એ દાવાને સમર્થન આપ્યું છે કે બેઈજિંગે બંને દેશો વચ્ચેના સંઘર્ષમાં મધ્યસ્થીની ભૂમિકા ભજવી હતી.
પાકિસ્તાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા તાહિર અંદ્રાબીએ એક પ્રેસ બ્રીફિંગમાં ચોંકાવનારો ખુલાસો કરતા જણાવ્યું હતું કે, સંઘર્ષ દરમિયાન ચીનનું નેતૃત્વ ટોચના પાકિસ્તાની નેતૃત્વ સાથે સતત સંપર્કમાં હતું. એટલું જ નહીં, તેમણે એવો પણ દાવો કર્યો હતો કે ચીને ૭થી ૧૦ મે દરમિયાન ભારતીય નેતૃત્વનો પણ સંપર્ક કર્યો હતો.
અંદ્રાબીના જણાવ્યા અનુસાર, આ વાતચીતોએ પરિસ્થિતિને શાંત કરવામાં અને પ્રદેશમાં શાંતિ અને સુરક્ષા પુનઃસ્થાપિત કરવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. આ નિવેદન આંતરરાષ્ટ્રીય રાજકારણમાં નવા સમીકરણો સર્જી શકે છે.
(9:59 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
