<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 3rd January 2026

તું શાયર હૈ, મેં તેરી શાયરી ટ્રેક્‍ટર ડ્રાઈવર પર ફીદા થઈ છોકરીઃ ભગાડીને લઈ ગઈ મંદિરમાં: પ્રેમીમાંથી પતિ બનાવી લીધો

ટ્રેક્‍ટર ડ્રાઈવરના પ્રેમમાં પડેલી એક છોકરીએ દુનિયાના ડરથી મંદિરમાં જઈને પ્રેમી પાસે માંગમાં સિંદૂર ભરાવી લીધું

 

ચૂરુ તા.૩: પ્રેમ એક એવો અનુભવ છે, જેને તેનો અહેસાસ થાય છે, તે પછી બધું જ ભૂલી જાય છે. પ્રેમમાં ડૂબેલા કોઈ પણ હદે જવા તૈયાર થઈ જતાં હોય છે. પણ તેમના પ્રેમને કોઈની નજર ન લાગે તેનું પણ લોકો ધ્‍યાન રાખતા હોય છે. પ્રેમ માટે થઈને પોતાના લોકોને છોડવા માટે પણ છોડી દેતા હોય છે. દુશ્‍મની વ્‍હોરી લેતા હોય છે. પછી પરિણામ ભલે ગમે તે આવે. કંઈક આવી જ કહાની ફરી એક વાર ચૂરુમાંથી સામે આવી છે. અહીં ટ્રેક્‍ટર ડ્રાઈવરના પ્રેમમાં પડેલી એક છોકરીએ દુનિયાના ડરથી મંદિરમાં જઈને પ્રેમી પાસે માંગમાં સિદૂર ભરાવી લીધું. ગામડામાંથી નીકળેલી આ લવ સ્‍ટોરી હવે પોલીસ સ્‍ટેશન સુધી પહોંચી ગઈ છે.

પ્રેમની આ કહાની છે ચૂરુ જિલ્‍લાની પૂનમ અને સુરેશની. ગામની ગૌરી પૂનમને ટ્રેક્‍ટર ડ્રાઈવર સુરેશ સાથે પ્રેમ થઈ ગયો. પછી શું પ્રેમને તેની મંજિલ સુધી પહોંચાડવા માટે આ પ્રેમી પંખીડાઓએ એવું પગલું ભર્યું જેની પરિવારે કલ્‍પના પણ નહીં કરી હોય. પૂનમ ચૂરુ જિલ્‍લાના ઢાણી માનાની રહેવાસી છે. પૂનમે જણાવ્‍યું કે લગભગ ૧૨ મહિના પહેલા સુરેશ કોઈ કામથી તેમના ગામ ઢાણી માના આવ્‍યો હતો. તે સમયે તે ટ્રેક્‍ટર ચલાવતો હતો. આ દરમ્‍યાન બંનેની પહેલી મુલાકાત થઈ અને ઓળખાણ વધી.

પૂનમના જણાવ્‍યા અનુસાર, પહેલી જ નજરમાં પૂનમ સુરેશ પર ફીદા થઈ ગઈ. ત્‍યાર બાદ બંને ફોન પર વાત કરવા લાગ્‍યા. સુરેશ પણ તેના તરફ આકર્ષિત થયો. ધીમે ધીમે દોસ્‍તી પ્રેમમાં બદલાઈ. પૂનમના જણાવ્‍યા અનુસાર, તેણે પોતાના પરિવારને સુરેશ સાથે સંબંધ હોવાની વાત જણાવી, પણ પરિવારે તેનો વિરોધ કર્યો. પરિવારનું કહેવું છે કે સુરેશ વ્‍યવસાયે ડ્રાઈવર છે. એટલા માટે આ સંબંધ સ્‍વીકારી શકાય નહીં. વળી પૂનમ તો સુરેશના મોહમાં પાગલ થઈ ગઈ હતી અને તેની જ સાથે લગ્ન કરવા માગતી હતી.

પરિવારની સહમતિ ન મળતા તેણે ખુદ નિર્ણય લઈ લીધો અને તેણે સુરેશ સાથે લગ્ન કરવાનું વિચારી લીધું. તેથી પૂનમે ૯ ડિસેમ્‍બર ૨૦૨૫ના રોજ સુરેશ કે જે ટ્રેક્‍ટર ચલાવે છે, તેની પાસે પહોંચી ગઈ. ત્‍યાર બાદ બંને જયપુર પહોંચી ગયા. ત્‍યાં તેમણે આર્ય સમાજ મંદિરમાં વિધિ-વિધાનથી લગ્ન કરી લીધા. પણ ત્‍યાર બાદ તેમને પોતાના પરિવારનો ડર સતાવવા લાગ્‍યો. પૂનમને લાગ્‍યું કે તેના આ પગલાથી મહાભારત થઈ શકે છે. તેથી તે પ્રેમીમાંથી પતિ બનેલા સુરેશને લઈને ચૂરુ પોલીસ સ્‍ટેશનમાં આવી ગઈ.

એસપી ઓફિસ આવેલી પૂનમે જણાવ્‍યું કે, સુરેશ તેને ફોસલાવીને કે લલચાવીને નથી લાવ્‍યો. તેણે કહ્યું કે તે પુખ્‍તવયની છે અને પોતાની મરજીથી સુરેશ સાથે ભાગી છે. સુરેશ તેને લઈને નથી આવ્‍યો. પણ તે ખુદ સુરેશને ભગાડીને લાવી છે. બંનેએ કહ્યું કે સાવધાનીના ભાગરૂપે તેમને સુરક્ષા જોઈએ છે. પોલીસ અધિકારીઓએ બંનેની વાત ગંભીરતાથી સાંભળી અને તેમના નિવેદન નોંધી લીધા. હાલમાં તો બંનેને કોઈ ધમકી નથી મળી, પણ તેઓ નથી ઈચ્‍છતા કે પાછળથી કોઈ બબાલ થાય. તેઓ ખાલી શાંતિ અને પ્રેમથી એકબીજા સાથે જીવવા માગે છે.(૩૮.૫)

(10:09 AM IST)