<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 3rd January 2026

આઈઆઈટીએચના વિદ્યાર્થીને રૂ.૨.૫ કરોડના વાર્ષિક પેકેજની ઓફર

ચાલુ વર્ષે પેકેજમાં ૩૬ ટકાનો નોંધપાત્ર વધારો : હૈદરાબાદના એડવર્ડ નાથન વર્ગીસને હોલેન્‍ડની ગ્‍લોબલ ટ્રેડિંગ ફર્મે બે મહિનાની ઇન્‍ટરર્નશિપ પછી પેકેજ ઓફર કર્યું

 

હૈદરાબાદ,તા.૦૩: ઈન્‍ડિયન ઈન્‍સ્‍ટિટ્‍યુટ ઓફ ટેકનોલોજી હૈદરાબાદ (આઈઆઈટીએચ) ના અંતિમ વર્ષના કમ્‍પ્‍યુટર સાયન્‍સના વિદ્યાર્થી એડવર્ડ નાથન વર્ગીસને હોલેન્‍ડ સ્‍થિત ગ્‍લોબલ ટ્રેડિંગ ફર્મે રૂ. ૨.૫ કરોડનું જંગી વાર્ષિક પેકેજ ઓફર કર્યુ છે. આઇઆઇટીએચ હૈદરાબાદનો ૨૦૦૮માં પ્રારંભ થયો તેના પછી મળેલું અત્‍યાર સુધીનું સૌથી મોટું પેકેજ છે. આ ૨૧ વર્ષનો વિદ્યાર્થી હૈદરાબાદમાં જ જન્‍મેલો છે.

સ્‍ટુડન્‍ટ તરીકે તેણે સાતથી બાર વર્ષનો હતો તે દરમિયાન તેણે બેંગ્‍લુરુમાં સ્‍કૂલનો અભ્‍યાસ કર્યો હતો. તે જુલાઈમાં હોલેન્‍ડની ફર્મમાં સોફટવેર એન્‍જાિનિયર તરીકે જોડાશે.

તેની બે મહિનાની સમર ઇન્‍ટર્નશિપ પ્રી-પ્‍લેસમેન્‍ટ ઓફરમાં પરિણમી છે. તે ઇન્‍ટર્નશિપમાંથી પસંદગી પામેલા બે વિદ્યાર્થીમાંથી એક વિદ્યાર્થી છે. અંતિમ પસંદગી પહેલા બંને વિદ્યાર્થીઓને છ સપ્તાહની તાલીમ આપવામાં આવી હતી, પણ છેવટે પસંદગી એક જ વિદ્યાર્થીની કરવામાં આવી હતી.

આ વિદ્યાર્થી એન્‍જાિનિયરિગના પ્રથમ વર્ષથી જ કોમ્‍પિટિટિવ પ્રોગ્રામિગમાં છે અને તે સતત દેશના ટોચના ૧૦૦ના રેન્‍કિંગમાં આવ્‍યો છે.

ફલેક્‍સીબલ કરિક્‍યુલમ અને મજબૂત  કોડિંગે તેને પડકારજનક જોબ માર્કેટમાં અત્‍યંત સ્‍પર્ધાત્‍મક પસંદગીની પ્રક્રિયા ક્રેક કરવામાં મદદ કરી હતી. તેના બંને માબાપ એન્‍જાિનિયર છે. તેના મેન્‍ટરે તેમને નિર્દેશ આપ્‍યો હતો કે  ફર્મ તેમના પુત્રને ફુલ ટાઈમ જોબ માટે લઈ શકે છે.

આ પહેલા આઈઆઈટીએચના વિદ્યાર્થીને વર્ષ પહેલાં ૧.૧ કરોડનું પેકેજ મળ્‍યું હતું. તેના પગલે કેમ્‍પસના બેન્‍ચમાર્કમાં વધારો થયો હતો.

તેના પહેલા છેક ૨૦૧૭માં આઇઆઇટીએચના કેમ્‍પમાં એક કરોડના પેકજનો બેન્‍ચ માર્ક પહેલી વખત સર કરવામાં આવ્‍યો હતો. ૨૦૨૫ની કુલ પ્‍લેસમેન્‍ટ સીઝનમાં ઇન્‍સ્‍ટિટ્‍યુટનું સરેરાશ સેલરી પેકેજ ૨૦૨૪ના ૨૦.૮ લાખ રૂપિયાથી ૩૬ ટકા વધીને રૂ. ૩૬.૨ લાખનું થયું છે. પ્‍લેસમેન્‍ટના પ્રથમ તબક્કામાં જ આઇઆઇટીએચે કુલ ૨૪ ઇન્‍ટરનેશનલ ઓફર સિક્‍યોર કરી છે. (૪૦.૧૧)

(10:33 AM IST)