<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 3rd January 2026

ઢોર માર મારી રેગિંગ, શારીરિક શોષણ કરાતા વિદ્યાર્થિનીનું મોત

હિમાચલની કોલેજમાં પ્રથમ વર્ષની વિદ્યાર્થિની સાથે ક્રૂરતા : પિતાની ફરિયાદના આધારે પોલીસે ત્રણ વિદ્યાર્થિનીઓ, એક પ્રોફેસરની ધરપકડ કરી

 

શિમલા,તા.૦૩: હિમાચલ પ્રદેશમાં રેગિગ અને શારીરિક શોષણને પગલે એક વિદ્યાર્થિનીનું મોત નિપજ્‍યું હોવાની પોલીસ સમક્ષ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જેને પગલે પોલીસે આ મામલામાં સામેલ ત્રણ વિદ્યાર્થિનીઓ અને એક પ્રોફેસરની ધરપકડ કરી છે.

પીડિતાના પિતાએ પોલીસને કરેલી ફરિયાદમાં કહ્યું છે કે મારી પુત્રીને ત્રણ સીનિયર વિદ્યાર્થિનીઓ હર્ષિતા, આકૃતિ, કોમોલીકાએ માર માર્યો હતો. જ્‍યારે કોલેજના એક પ્રોફેસર અશોક કુમારે તેનુ શારીરિક શોષણ કર્યું હતું. શોષણ અને મારપીટને કારણે મારી પુત્રીને લુધિયાણાની હોસ્‍પિટલમાં દાખલ કરવામાં આવી હતી. જ્‍યાં સારવાર દરમિયાન જ તેનું મોત નિપજ્‍યું હતું.

પોલીસે આ મામલે બીએનએસની કલમ ૭૫ (શારીરિક શોષણ) વગેરે કલમો લગાવીને કેસ દાખલ કર્યો હતો અને ત્રણ વિદ્યાર્થિનીઓ તેમજ એક પ્રોફેસરની ધરપકડ કરી હતી. આરોપીઓની સામે રેગિંગનો કેસ પણ દાખલ કરાયો છે. આ પહેલા સોશિયલ મીડિયા પર એક વીડિયો સામે આવ્‍યો હતો જેમાં પીડિતા પ્રોફેસર વિરુદ્ધ શારીરિક શોષણનો આરોપ લગાવી રહીછે. વિદ્યાર્થિનીએ ૨૦૨૪માં કોલેજમાં એડમિશન લીધુ હતું, તેનું રેગિગ થતું હતું, બાદમાં તે પ્રથમ વર્ષમાં નાપાસ થઇ હતી. હાલમાં પોલીસે પિતા દ્વારા લગાવાયેલા તમામ આરોપોની તપાસ શરૂ કરી દીધી છે.(૪૦.૯)

(10:35 AM IST)