હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
સુરેન્દ્રનગરના પૂર્વ કલેકટર રાજેન્દ્ર પટેલના રિમાન્ડની તજવીજ
કલેકટર કચેરી અને ઘરમાં રહેલી ફાઇલોની તપાસ હાથ ધરાશેઃ અનેક ખુલાસા થશે

(ફઝલ ચોૈહાણ દ્વારા) વઢવાણ તા.૩: સુરેન્દ્રનગર જિલ્લામાં ઇડી વિભાગ દ્વારા સતત દરોડા પાડવામાં આવી રહ્યા છે અને કાર્યવાહી કરવામાં આવી રહી છે ત્યારે નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીને ઇડી વિભાગ દ્વારા કાલે કોર્ટમાં હાજર કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ હવે મોડી રાત્રે સુરેન્દ્રનગરમાં તપાસ માટે એજન્સીઓ દ્વારા ધામા નાખવામાં આવ્યા હતા. જેમાં સુરેન્દ્રનગર કલેકટરના નિવાસ્થાને પૂર્વ કલેકટર રાજેન્દ્ર પટેલની પૂછપરછ હાથ ધરવામાં આવી હતી.
ત્રણ જેટલી ઇડી વિભાગની ટીમ દ્વારા તપાસ હાથ ધરી અને અંતે રાજેન્દ્ર પટેલને સુરેન્દ્રનગર થી ટીમ દ્વારા લઈ જવામાં આવ્યા હતા અને અંતે તેમની ધરપકડ કરી અને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે સુરેન્દ્રનગર જિલ્લાની કીમતી જમીનો એને મુદ્દે તેમ જ હેતુફેર કરવા મુદ્દે હાલ તપાસ ચાલી રહી છે ત્યારે સોલાર કંપનીઓને ફાળવવામાં આવેલી જમીન પણ શંકા ના દાયરામાં છે.
નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીના ઘરેથી કીમતી ફાઈલો જપ્ત કરવામાં આવી હતી અને જે જમીનો અંગે ચાલતા કૌભાંડ છે તે અંગે ધડાકો થયો હતો અને યાદીઓ પણ કબજે લેવામાં આવી હતી જેમાં ટૂંકા અક્ષર અને કોડવલ્ડથી નામો લખવામાં આવ્યા હતા.
પરંતુ હાલ ચંદ્રસિંહ મોરીને હાજર કર્યા બાદ હવે પૂર્વ કલેકટર રાજેન્દ્ર પટેલની પૂછપરછ શરૂ કરી અને અંતે ધરપકડ કરી અને એજન્સીઓ દ્વારા વધુ તપાસ કરવામાં આવી છે ટૂંક સમયમાં રાજેન્દ્ર પટેલના નજીકના ગણાતા અધિકારીઓની પણ ધરપકડ થઈ શકે છે અને તેમના વિરુદ્ધમાં પણ પગલા ભરાવાના એંધાણ વર્તાઈ રહ્યા છે.
સુરેન્દ્રનગર કલેકટર કચેરીમાં આવેલા રેકર્ડ રૂમમાંથી પણ જરૂરી ફાઇલનું સર્ચ ઓપરેશન..
સુરેન્દ્રનગર કલેકટર કચેરીમાં રેકર્ડ રૂમમાં પડેલી ફાઈલો અંગેની તપાસ અને સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે જેમાં સુરેન્દ્રનગર કલેકટર દ્વારા જે જમીનો એને કરવામાં આવી છે તેવી જમીનોની ફાઈલો ચકાસણી કરવામાં આવી છે જિલ્લા ના પૂર્વ કલેકટર રાજેન્દ્ર પટેલની પણ પૂછપરછ શરૂ કરવામાં આવી છે ટૂંક સમયમાં અનેક મોટા ધડાકાઓ થવાની શકયતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે.
સુરેન્દ્રનગરના પૂર્વ કલેક્ટરના રિમાન્ડ માંગ્યા બાદ આગળ પૂછપરછ કરવામાં આવશે.
તપાસ કરતી એજન્સીઓ દ્વારા સુરેન્દ્રનગર જિલ્લાના પૂર્વ કલેકટર રાજેન્દ્ર પટેલની પૂછપરછ કરવામાં આવી હતી પરંતુ તેના જવાબ આપી શકયા ન હોવાની ચર્ચા સેવાઈ રહી છે ત્યારે એજન્સી દ્વારા તેમને ગાડીના કાફલામાં બેસાડી અને લઈ જવામાં આવ્યા હતા અને ટૂંક સમયમાં તેમના રિમાન્ડ માંગી અને ત્યારબાદ વધુ પૂછપરછ શરૂ કરવામાં આવશે જમીન કૌભાંડના કેસમાં તપાસ કરવામાં આવી રહી છે ત્યારે અનેક મોટા ધડાકાઓ થવાની શકયતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
