આજે ચંદ્ર ૬ થી ૧૪ ટકા વધુ મોટો દેખાશેઃ અદ્દભૂત ખગોળીય ઘટના વુલ્ફ સુપર મુન રચાશે
ભારતમાં સાંજે પઃ૩૦ થી ૬ વાગ્યા દરમિયાન નજારો માણવા મળશે

નવી દિલ્હીઃ૨૦૨૬નું નવું વર્ષ શરૂ થઈ ગયું છે અને એની સાથે જ ખગોળશાષાીઓ માટે આ વર્ષ ખૂબ જ મહત્ત્વનું રહેવાનું છે. વર્ષની શરૂઆતમાં જ એટલે કે આજે ત્રીજી જાન્યુઆરીના અવકાશપ્રેમીઓ માટે એક શાનદાર ખગોળીય ઘટના આકાર લેવા જઈ રહી છે. આજે રાતે આકાશમાં ‘વુલ્ફ સુપરમૂન' નો અદભૂત નજારો જોવા મળશે, જેને કારણે આખું આકાશ દૂધિયા રોશનીમાં નહાઈ ઉઠશે. આજે ૨૦૨૬નો પહેલો ફૂલ મૂન હશે અને ે તે નોર્મલ પૂનમના ચંદ્ર કરતાં કદમાં મોટો અને વધારે તેજસ્વી દેખાશે.
સુપર મૂન શું છે?
જ્યારે ચંદ્ર પળથ્વીની સૌથી નજીકના બિંદુ પર હોય અને એ જ સમયે પૂનમ આવે ત્યારે તેને ‘સુપરમૂન' કહેવામાં આવે છે. ચંદ્રની ભ્રમણકક્ષા સંપૂર્ણ ગોળ નથી પણ લંબગોળ છે, તેથી પળથ્વીથી તેનું અંતર બદલાતું રહે છે. ત્રીજી જાન્યુઆરીએ ચંદ્ર પળથ્વીથી અંદાજે ૩,૬૨,૦૦૦ કિલોમીટર ના અંતરે હશે. આ કારણે જ તે સામાન્ય પૂનમની રાતે દેખાતા ચંદ્ર કરતાં ૬થી ૧૪ ટકા વધુ મોટો અને ૧૩થી ૩૦ ટકા વધુ તેજસ્વી દેખાશે.
‘વુલ્ફ સુપરમૂન'નામ કેમ પડયું
આજના સુપનમૂનને વુલ્ફ સુપરમૂન કહેવામાં આવે છે છે એની તો જાન્યુઆરી મહિનાની પૂનમને પરંપરાગત રીતે ‘વુલ્ફ મૂન' તરીકે જ ઓળખવામાં આવે છે. આ આ નામ ઉત્તર ગોળાર્ધની પ્રાચીન લોકકથાઓમાંથી આવ્યું છે, જ્યાં શિયાળાની લાંબી રાતોમાં વરુઓના રડવાનો અવાજ સંભળાતો હતો. ૨૦૨૬નો આ વુલ્ફ મૂન ખાસ છે કારણ કે આ સમયે પળથ્વી સૂર્યની પણ નજીક હશે અને એને કારણે ચંદ્ર પર પડતો સૂર્યપ્રકાશ વધુ તેજસ્વી બને છે.
ભારતમાં આ સુપરમૂન આજે સાંજે સૂર્યાસ્ત પછી તરત જ એટલે કે અંદાજ સાંજે ૫.૪૫ કલાકથી ૬ વાગ્યાની વચ્ચે પૂર્વ દિશામાં ચંદ્ર ઉગતો જોઈ શકાશે. ક્ષિતિજ પાસે હોવાને કારણે શરૂઆતમાં ચંદ્ર હળવો પીળો કે નારંગી રંગનો દેખાઈ શકે છે. આ સિવાય આ સમયે ચંદ્રની નજીક ચમકતો ગુરુ ગ્રહ પણ જોઈ શકાશે, જે આ દ્રશ્યને વધુ મનમોહક બનાવશે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
