<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 4th January 2026

બિહાર કોંગ્રેસનું કેન્દ્ર સરકાર સામે રણશિંગુ: 'મનરેગા બચાવો' અભિયાન: ૧૦ જાન્યુ.થી ૨૫ ફેબ્રુ. ૪૭ દિ’નું મહા આંદોલન

કોંગ્રેસે કેન્દ્ર ઉપર મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી અધિનિયમ (મનરેગા)ને નબળો પાડવાનો આરોપ લગાવ્યો

પટણા: બિહાર કોંગ્રેસનું કેન્દ્ર સરકાર સામે રણશિંગુ: 'મનરેગા બચાવો' અભિયાન: ૧૦ જાન્યુ.થી ૨૫ ફેબ્રુ. ૪૭ દિ’નું મહા આંદોલન શરૂ થશે. કોંગ્રેસે કેન્દ્ર ઉપર મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી અધિનિયમ (મનરેગા)ને નબળો પાડવાનો આરોપ લગાવ્યો.

૧૦મીએ જિલ્લા કક્ષાની પત્રકાર પરિષદો: ૧૧મીએ એક દિવસના પ્રતીકાત્મક ઉપવાસ:૧૨થી ૨૯ પંચાયત સ્તરે જનસંપર્ક અભિયાન, ગ્રામીણ ચોપાલ, ૩૧થી ૬ ફેબ્રુ. જિ.માં ધરણા: ૭થી ૧૫ ફેબ્રુ. સુધી વિધાનસભા ઘેરાવ: અંતમાં ૧૬થી ૨૫ ફેબ્રુ. પ્રાદેશિક રેલીઓ યોજાશે.

(1:31 PM IST)