News of Sunday, 4th January 2026
પાકિસ્તાનથી ર૬/૧૧ હુમલાના આરોપીઓ હાફિઝ સઈદ અને મસૂદ અઝહરને ઉઠાવી લાવો - ઓવૈસી એ પીએમ મોદી સમક્ષ કરી માંગ
મહારાષ્ટ્ર મ્યુ. કોર્પોરેશનની ચૂંટણીના પ્રચાર દરમિયાન વિવિધ મુદ્દે આપ્યુ નિવેદન

મુંબઇ : ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઇત્તેહાદુલ મુસ્લિમીનના વડા અને સાંસદ અસદુદ્દીન ઓવૈસી મહારાષ્ટ્ર મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી માટે સક્રિયપણે પ્રચાર કરી રહ્યા છે. ત્યારે ઓવૈસીએ વેનેઝુએલા સામે અમેરિકાએ કરેલી સ્ટ્રાઈક પર વાત કરી હતી. જેમાં તેમને રાષ્ટ્રપતિ નિકોલસ માદુરોની ધરપકડનો ઉલ્લેખ કર્યો અને પીએમ મોદીને 26/11 ના મુંબઈ હુમલાના ગુનેગારોને પાકિસ્તાનથી પરત લાવવા અંગે નિવેદન આપ્યું છે.
મહારાષ્ટ્ર મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી પ્રચારના કાર્યક્રમમાં ઓવૈસીએ પીએમ મોદીને કહ્યું કે જો ટ્રમ્પ આમ કરી શકે છે, તો તમે શું ઓછા છો? તેમણે બાંગ્લાદેશમાં હિન્દુઓની હત્યાઓ પર પણ ટિપ્પણી કરતા કહ્યું, "જો બાંગ્લાદેશમાં કોઈ હિન્દુ મૃત્યુ પામે છે, તો અમે તેની નિંદા કરીએ છીએ અને હત્યારાઓને ક્રૂર કહીએ છીએ." જલગાંવમાં સુલેમાન પઠાણની હત્યા કરનારાઓ પણ શેતાન છે અને તેમની નિંદા થવી જોઈએ.
આ સાથે જ ઓવૈસીએ વેનેઝુએલા પર થયેલા એટેકનો ઉલ્લેખ કરતા કહ્યું કે " ટ્રમ્પે અમેરિકાની ફોજને વેનેઝુએલા મોકલી લોકશાહી રીતે ચૂંટાયેલા રાષ્ટ્રપતિને અમેરિકા લઈ ગયા છે." વેનેઝુએલા પર અમેરિકાના હુમલાનો ઉલ્લેખ કરતા ઓવૈસીએ કહ્યું, "અમે ટ્રમ્પને વેનેઝુએલા મોકલતા અને લોકશાહી રીતે ચૂંટાયેલા રાષ્ટ્રપતિને અમેરિકા લઈ જતા જોયા છે."
(4:00 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
