News of Sunday, 4th January 2026
ગ્રીસમાં રેડિયો કોમ્યુનિકેશન સિસ્ટમ્સમાં ‘ટોટલ બ્રેકડાઉન’: વિમાનો સાથેનો સંપર્ક તૂટી ગયો હતો: સુરક્ષાના ભાગરૂપે તમામ ઉડાન રોકી દેવામાં આવી છે
એથેન્સ એરપોર્ટ પર તમામ ફ્લાઈટ્સ ગ્રાઉન્ડ કરાઈ: હજારો મુસાફરો મુશ્કેલીમાં મુકાયા

એથેન્સ: ગ્રીસમાં આજે એક ગંભીર તકનીકી કટોકટી સર્જાઈ છે, જેના કારણે સમગ્ર દેશનું હવાઈ પરિવહન ખોરવાઈ ગયું છે. એથેન્સ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર એર ટ્રાફિક કંટ્રોલના રેડિયો કોમ્યુનિકેશનમાં સંપૂર્ણ ભંગાણ (ટોટલ બ્રેકડાઉન) થવાને કારણે સમગ્ર ગ્રીસમાં ફ્લાઈટ્સને ગ્રાઉન્ડ કરી દેવામાં આવી છે. આ ઘટનાને પગલે ગ્રીસનું એરસ્પેસ ખાલીખમ થઈ ગયું છે.
સત્તાવાળાઓ દ્વારા પ્રાપ્ત વિગતો મુજબ, એથેન્સ અને મેસેડોનિયા એરિયા કંટ્રોલ સિસ્ટમ્સની સેન્ટ્રલ રેડિયો ફ્રિકવન્સી સિસ્ટમ્સમાં કોઈ મોટી ટેકનિકલ ખામી સર્જાઈ હોવાનું પ્રાથમિક તારણ છે. આ સિસ્ટમ્સ એથેન્સ ફ્લાઈટ ઈન્ફર્મેશન રિજન (એ-એફઆઈઆર) નું મોનિટરિંગ કરે છે.
જોકે, આ ઘટના પાછળનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી. કોમ્યુનિકેશન સિસ્ટમ્સ ઠપ થઈ જતાં વિમાનો સાથેનો સંપર્ક તૂટી ગયો હતો, જેથી સુરક્ષાના ભાગરૂપે તમામ ઉડાન રોકી દેવામાં આવી છે. આ ઘટનાને કારણે હજારો મુસાફરો મુશ્કેલીમાં મુકાયા છે.
(11:03 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
