<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 5th January 2026

ભારતની બહાર મેચ રમાડવા બાંગ્લાદેશની માંગ પર T20 વર્લ્ડ કપ મેચોનું સ્થળ બદલવા ICC થશે તૈયાર !!

BCB એ ICC સમક્ષ માગ કરી કે ભારત બહાર શ્રીલંકામાં વર્લ્ડ કપની મેચ રાખવામાં આવે. જો ICC આ વિનંતી સ્વીકારે તો બાંગ્લાદેશ અને પાકિસ્તાન તેમની બધી વર્લ્ડ કપ મેચો શ્રીલંકામાં રમી શકે

IPL માંથી મુસ્તફિઝુર રહેમાનની હકાલપટ્ટી બાદ બાંગ્લાદેશ અને ભારત વચ્ચેનો ક્રિકેટ વિવાદ વધુ ઘેરો બન્યો છે. BCB એ ICC સમક્ષ માગ કરી છે કે ભારત બહાર શ્રીલંકામાં વર્લ્ડ કપની મેચ રાખવામાં આવે. જો ICC આ વિનંતી સ્વીકારે છે, તો બાંગ્લાદેશ અને પાકિસ્તાન તેમની બધી વર્લ્ડ કપ મેચો શ્રીલંકામાં રમી શકે છે.

ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) બાંગ્લાદેશની T20 વર્લ્ડ કપ મેચોનું સ્થળ બદલવા તૈયાર થઈ શકે છે. બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (BCB) એ સુરક્ષાનો હવાલો આપીને ઔપચારિક રીતે મેચનું સ્થળ બદલવાની વિનંતી કર્યાના થોડા કલાકો પછી, ક્રિકબઝે આ અહેવાલ આપ્યો હતો.

આ ઘટનાક્રમ ઇન્ડિયન પ્રીમિયર લીગમાંથી (IPL) મુસ્તફિઝુર રહેમાનને બહાર કરાયા બાદ ઉઠેલા વિવાદને પગલે સામે આવ્યો છે. આ પછી, BCB એ ICC ને પત્ર લખીને વિનંતી કરી હતી કે તેમની T20 વર્લ્ડ કપ મેચો સહ-યજમાન શ્રીલંકામાં ખસેડવામાં આવે. જોકે કોઈ અંતિમ નિર્ણય લેવામાં આવ્યો નથી, એવું માનવામાં આવે છે કે ICC આ વિનંતી પર ગંભીરતાથી વિચાર કરી રહ્યું છે, જેમાં ખેલાડીઓની સલામતી પહેલી પ્રાથમિક્તા છે

(9:50 AM IST)